પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાની વિવિધ શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત “સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ” ઊજવાયો હતો. આ અવસર પર વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિષયક અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
જેમાં વિદ્યાર્થીઓએ શાળાની પરિસરમાં તથા પોતાના ઘરમાં સ્વચ્છતા માટે કરેલી પ્રવૃત્તિઓને આધારે પેઇન્ટિંગ્સ, વકતૃત્વ, ક્વિઝ, કાર્ટૂન, સૂત્રો તેમજ વિવિધ મોડેલો તૈયાર કર્યા હતા.અને શાળાઓમાં યોજાયેલા આ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, સર્જનાત્મકતા તથા સામાજિક જવાબદારીનો સંદેશ પ્રસર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya