જામનગરની જી.જી. હોસ્પિટલને ગોવા શિપયાર્ડ દ્વારા ફાળવાયુ રૂ.૨૫ લાખનું અદ્યતન માઈક્રોસ્કોપ મશીન
જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની ગુરૂ ગોવિંદસિંઘની હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગને માઈક્રોસ્કોપ મશીન ગોવા શિપયાર્ડ લિ. દ્વારા રૂપિયા ૨૫ લાખના ખર્ચે ફાળવાયું છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંધ સરકારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પીટલ છે. આ
માઈક્રોસ્કોપ મશીનની ફાળવણી


જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની ગુરૂ ગોવિંદસિંઘની હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગને માઈક્રોસ્કોપ મશીન ગોવા શિપયાર્ડ લિ. દ્વારા રૂપિયા ૨૫ લાખના ખર્ચે ફાળવાયું છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંધ સરકારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પીટલ છે. આ હોસ્પીટલમાં જામનગર જીલ્લા, દેવભૂમિ દ્વારકા જીલ્લા, પોરબંદર જીલ્લા તેમજ જુનાગઢ જીલ્લામાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. દરરોજ આશરે ત્રણ હજાર કરતા વધુ દર્દીઓ સારવાર મેળવે છે. હાલ છેલ્લાં બે વર્ષથી જામનગરની હોસ્પીટલને ન્યુરો સર્જન ડોકટર ઉપલબ્ધ થયેલ છે અને તેઓ તેમની ટીમ સાથે દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર આપવાનો પ્રયત્ન કરે છે. આજનો સમય ટેકનોલોજીનો છે. સારવાર માટે જરૂરી મશીનરી હોય તો દર્દીઓને ઝડપી અને સર્વોતમ સારવાર મળી શકે.

હોસ્પીટલના જનરલ સર્જરીના વડા ડો. કેતનભાઈ મહેતા તથા ન્યુરોસર્જન ડો. ભૌમિકભાઈ ચુડાસમાએ ભારત સરકારની સંરક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ગોવા શિપયાર્ડ લી. ને ન્યુરોસર્જરી વિભાગ માટે અત્યંત જરૂરી એવું લેબોમેડ સ્ટેલા ન્યુરોસર્જરી માઈક્રોસ્કોપ મશીન ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરેલ. જેના અનુસંધાને ગોવા શિપયાર્ડ લી. એ પોતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબ્લીટી હેઠળ રૂ. ૨૫ લાખના ખર્ચે ઉપરોકત મશીન ખરીદીને શ્રી ગુરૂ ગોવિંદસિંધ સરકારી હોસ્પીટલ, જામનગરને આપેલ છે.

સદરહું મશીનના આવવાથી જામનગરની હોસ્પીટલમાં કોમ્પલેક્સ બ્રેઇન ટયુમર સર્જરી, બ્રેઇન સ્ટોક સર્જરી, સ્પાઈમલ ટયુમર સર્જરી, મિનિમલ ઈનવેસીવ બ્રેઇન એન્ડ સ્પાઇન સર્જરી તથા માથાની ઈજાઓની સર્જરીની સુવિધા ઉપલબ્ધ થયેલ છે અને ન્યુરો સર્જન ડો. ભૌમિકભાઈના જણાવ્યા મુજબ મગજ-બ્રેઇનની ૮૦% સર્જરીઓ હવે જામનગરની હોસ્પીટલમાં થઇ શકશે અને તેથી દર્દીઓને હમણાં સુધી રાજકોટ - અમદાવાદ સુધી જવું પડતું હતુ તે હવે જવું નહી પડે.

આ મશીનનું લોકાર્પણ તાજેતરમાં લોકસભાના સાંસદ પુનમબેન માડમના હસ્તે ભારતમાતાના ફોટા સમક્ષ દિપ પ્રાગ્ટય કરી કરવામાં આવ્યું હતું. આ સમયે ગોવા શિપયાર્ડ લી. ના ઇન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ભાજપ શહેર અધ્યક્ષ બિનાબેન કોઠારી, જીલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, ડીન ડો. નંદિનીબેન દેસાઈ, સુપ્રિટેન્ડન્ટ ડો. દિપકભાઈ તિવારી, ડો. કેતનભાઈ મહેતા, ડો. ભૌમિકભાઈ, ડો. હર્ષભાઈ ત્રિવેદી, ડો. વિજયભાઈ પોપટ, ડો. ધર્મેશભાઇ વસાવડા, સર્જરી વિભાગના તમામ ડોક્ટર્સ સહિતનાં લોકો ઉપસ્થિત રહૃાા હતાં. કાર્યક્રમનું સંચાલન ડો. અમરિષભાઈ મહેતાએ કર્યુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande