રાણાવાવ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના માર્ગોની મરામત કામગીરી હાથ ધરાઈ
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સતત માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિકાસના માર્ગે આગળ વધતા રાણાવાવ તાલુકાના બિલેશ્વર એપ્રોચ રોડ અને જારેરાનેશ એપ્રોચ રોડ પર પેચ અને પટ
રાણાવાવ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના માર્ગોની મરામત કામગીરી હાથ ધરાઈ.

પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સતત માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિકાસના માર્ગે આગળ વધતા રાણાવાવ તાલુકાના બિલેશ્વર એપ્રોચ રોડ અને જારેરાનેશ એપ્રોચ રોડ પર પેચ અને પટ્ટાની કરીને માર્ગ મરામત કામગીરી કરવામાં આવી છે.

આ કામગીરીથી સ્થાનિક લોકોને સલામત અને સરળ વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ થશે સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સરકારના માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓના જાળવણી અને ગુણવત્તા સુધારણા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી લોકોના દૈનિક જીવનમાં સુવિધા અને રાહત થશે.

ઉલ્લેખનીય છે કે જનહિતને કેન્દ્રસ્થાને રાખીને સરકાર સતત વિકાસ કાર્યોમાં ગતિ લાવી રહી છે. રસ્તાઓના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande