જામનગર શહેરની ઈટ્રામાં પીસીઓડીના કેસમાં છેલ્લા 2 વર્ષમાં અઢી ગણો વધારો
જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાની સ્ત્રીરોગ વિભાગની ઓપીડીમાં છેલ્લા 2 વર્ષમાં પોલિસિસ્ટિક ઓવેરિયમ સિન્ડ્રોમના કેસમાં અંદાજે અઢી ગણો ઉછાળો જોવા મળ્યો છે. પીસીઓડી એ ગંભીર આનુવંશિક, હોર્મોનલ, મેટાબોલિક અ
પીસીઓડીના કેસ


જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાની સ્ત્રીરોગ વિભાગની

ઓપીડીમાં છેલ્લા 2 વર્ષમાં પોલિસિસ્ટિક ઓવેરિયમ સિન્ડ્રોમના કેસમાં અંદાજે

અઢી ગણો ઉછાળો જોવા મળ્યો છે. પીસીઓડી એ ગંભીર આનુવંશિક, હોર્મોનલ,

મેટાબોલિક અને પ્રજનનતંત્ર નો રોગ છે.

આ રોગને કારણે મહિલાઓને રજોદર્શન અનિયમિત થવું , ચહેરા પર ખીલ થવા,

ચહેરા પર વાળ વધવા, ગરદન પરની ચામડી કાળી થવી, હોર્મોનલમાં અસંતુલન સહિતની

સમસ્યા જોવા મળે છે. જે આગળ જતાં સ્થૂળતા, સ્ત્રી વંધ્યતવ, ડાયાબિટીસ,

હ્રદય રોગ અને ગર્ભાશયના કેન્સર જેવા રોગો માટે પણ કારણભૂત બને છે.

અંગે જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થામાં આ અંગે 100 દર્દીઓ

ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં તેઓને વિરેચન કર્મ, બસ્તી, પાઠાદી

યોગ, ગૌમૂત્ર હરિતકી, કુલત્થાદી કવાથ, શતાવરી શતપુષ્પા યોગ સહિતની

આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી.

આ સારવાર આપ્યા બાદ 96 મહિલાઓને

રજોદર્શન નિયમિત આવવા લાગ્યા, 95 ને અંડકોષનો (ફોલીકલ) પુખ્ત વિકાસ થઇ

સ્ત્રીબીજ છુટા પાડવા લાગ્યા અને 27 દર્દીઓના અંડાશયના કદમાં ઘટાડો જોવા

મળ્યો હતો; જેમાં મુખ્યત્વે દર્દીના વજનમાં નોંધપાત્ર ઘટાડો, હોર્મોનલ

સંતુલન તેમજ ચહેરા પરના ખીલ સહિતના ત્વચાસંબંધી સમસ્યાઓથી રાહત મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande