જામનગરમાં શ્રી જૈન દર્શક ઉપાસક સંઘ દ્વારા સતાવધાન કાર્યક્રમ યોજાયો
જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શ્રી જૈન દર્શક સંઘ દ્વારા ટાઉનહોલમાં સતાવધાન કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં ઈતિહાસમાં પ્રથમ વખત બાળ શ્રાવક સતાવધામ કાર્યક્રમ યોજાયો હતો. સત-એટલે ૧૦૦ (સો) અને સતાવધાન એટલે કે યાદ રાખવું. જેમાં લોકો તરફથી મળેલ ૧૦૦
સતાવધાન કાર્યક્રમ


જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શ્રી જૈન દર્શક સંઘ દ્વારા ટાઉનહોલમાં સતાવધાન કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં ઈતિહાસમાં પ્રથમ વખત બાળ શ્રાવક સતાવધામ કાર્યક્રમ યોજાયો હતો. સત-એટલે ૧૦૦ (સો) અને સતાવધાન એટલે કે યાદ રાખવું. જેમાં લોકો તરફથી મળેલ ૧૦૦ નામ યાદ રાખવા.

સતાવધાનની શિક્ષા પામેલ સાધકો માત્ર મગજ, શક્તિ કેળવીને એકથી સો અને સોથી એક રેન્ડમલી નંબર બોલવાથી તે કઈ વસ્તુ અને કેટલા નંબરની છે તે મોઢે કહે છે.

આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય અને જામનગરના પનોતા પુત્ર પ.પૂ. આચાર્ય દેવ મતિચંદ્ર સાગર સુરિશ્વરજી મ.સ. પ.પૂ. વર્ધમાન તપોનિધિ પન્યાસ પ્રવર શ્રી જીનધર્મવિજયજી મ.સા., પ.પૂ. સતાવધાની શિક્ષાદાતા પન્યાસ પ્રવર તારકચંદ્ર સાગરજી મ.સા., શાસ્ત્રજ્ઞ મુનિરાજ શ્રી અહેમચંદ્ર સાગરજી મ.સા., આદિઠાણાએ નિશ્રા પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં જોડાયેલા બાળ શ્રાવકોએ તાલીમ મેળવી હતી અને તેમને ૧૦૦ સવાલો પૂછાયા હતાં જેમાં સચોટ જવાબો આપ્યા હતાં.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, અમિતભાઈ મહેતા, ભાવેશભાઈ શેઠ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande