લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ, લદ્દાખના વિવિધ વિસ્તારોમાં ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી
લેહ, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.): નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ, ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વિવિધ ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લીધી. 27 સપ્ટેમ્બરના રોજ લેહ પહોંચેલા
લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ, લદ્દાખના વિવિધ વિસ્તારોમાં ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી


લેહ, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.): નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ, ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વિવિધ ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લીધી. 27 સપ્ટેમ્બરના રોજ લેહ પહોંચેલા સેનાના નોર્ધન કમાન્ડે તૈનાત સૈનિકોના ઉચ્ચ મનોબળ અને અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.

સોમવારે મોડી રાત્રે એક પોસ્ટમાં, સેનાના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ, ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા માટે સિયાચીન બ્રિગેડ, પૂર્વી લદ્દાખમાં તૈનાત એકમો અને કારાકોરમ પાસની મુલાકાત લીધી હતી અને તમામ રેન્કના ઉચ્ચ મનોબળ અને અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. કમાન્ડરે સિયાચીન બેઝ કેમ્પ ખાતે રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓ સાથે વાતચીત કરી હતી અને તેમની રાષ્ટ્રીય ભાવના અને સમર્પણની પ્રશંસા કરી હતી.

તેમણે સિયાચીન બેઝ કેમ્પ ખાતે 7,000 મીટરથી વધુ ઊંચા એક અત્યંત પડકારજનક શિખર પર પર્વતારોહણ અભિયાનને પણ લીલી ઝંડી આપી હતી, તેમની અદમ્ય હિંમત અને પર્વતારોહણમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

27 સપ્ટેમ્બરના રોજ, લેફ્ટનન્ટ જનરલ શર્માએ, લદ્દાખના ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તા સાથે મુલાકાત કરીને હિંસાગ્રસ્ત લેહ શહેરની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાજભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં એકંદર સુરક્ષા પરિસ્થિતિ, પ્રદેશમાં ઉભરતા પડકારો અને શાંતિ અને સ્થિરતા જાળવવા માટે નાગરિક વહીવટ અને સશસ્ત્ર દળો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી અને સંકલનના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande