પ્રધાનમંત્રી બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે, સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગને નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. આ કાર્યક્રમ દિલ્હીના આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે
નાગપુર સંઘ પરિસરમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર ને નમન કરતા પ્રધાનમંત્રી


નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગને નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. આ કાર્યક્રમ દિલ્હીના આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે યોજાશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી 1 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી રાષ્ટ્રમાં સંઘના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડૉ. કેશવ બલિરામ હેડગેવારે 1925માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સંઘની સ્થાપના સ્વયંસેવક-આધારિત સંસ્થા તરીકે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે એક અનોખી જન-સંચાલિત ચળવળ છે. તેનો ઉદય સદીઓથી ચાલતા વિદેશી શાસનના પ્રતિભાવ તરીકે જોવામાં આવે છે, અને તેનો સતત વિકાસ ધર્મમાં રહેલા ભારતના રાષ્ટ્રીય ગૌરવના તેના દ્રષ્ટિકોણના ભાવનાત્મક પડઘોને આભારી છે.

સંઘનું પ્રાથમિક ધ્યાન, દેશભક્તિ અને રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણ પર છે. તે માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, શિસ્ત, સંયમ, હિંમત અને બહાદુરી જગાડે છે. સંઘનું અંતિમ લક્ષ્ય ભારતનો સર્વાંગી વિકાસ છે, જેના માટે દરેક સ્વયંસેવક પોતાને સમર્પિત કરે છે.

તેની સ્થાપનાથી, સંઘે શિક્ષણ, આરોગ્ય, સામાજિક કલ્યાણ અને આપત્તિ રાહત ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સંઘના સ્વયંસેવકો પૂર, ભૂકંપ અને ચક્રવાત જેવી કુદરતી આફતો દરમિયાન રાહત અને પુનર્વસન કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો છે. વધુમાં, સંઘના વિવિધ સહયોગી સંગઠનોએ યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવા, જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયોને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે.

નિવેદન અનુસાર, શતાબ્દી ઉજવણી માત્ર સંઘની ઐતિહાસિક સિદ્ધિઓનું સન્માન કરતી નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક યાત્રા અને રાષ્ટ્રીય એકતાના સંદેશમાં તેના કાયમી યોગદાનને પણ પ્રકાશિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande