કેન્દ્ર સરકાર દ્વારા ભાલપરા-૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS એવોર્ડ એનાયત
ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોના અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા ભાલપરા ૦૧ સબ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો N.Q.A.S (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ
ભાલપરા-૦૧ આયુષ્માન આરોગ્ય


ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોના અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા ભાલપરા ૦૧ સબ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો N.Q.A.S (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ ભાલપરા આયુષ્માન આરોગ્ય મંદિરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભાલપરા-૦૧ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

સરકારના તજજ્ઞો દ્વારા ભાલપરા-૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય સુવિધાઓ સહિત ગુણવત્તાયુક્ત કામગીરી બદલ પસંદગી થઈ હતી.

આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૯૦.૦૮% ટકા સ્કોર મેળવી ભાલપરા-૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

આયુષ્માન ભારત મંદિરને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવવામાં ગીર સોમનાથ જિલ્લાના કલેકટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. એન બરુઆ, આર.સી.એચ.ઓ ડૉ અરુણ રોય, ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. એચ.ટી.કણસાગરા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દિવ્યેશ ગોસ્વામી, જિલ્લા ક્ષય અધિકારી ડો શીતલ રામ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ એ. બી ચૌધરી, જિલ્લા નોડલ પારૂલબેન ખાણીયા,જયસુખ ભાઈ ગોરડ, અને આયુષ્માન આરોગ્ય મંદિર ભાલપરા-૦૧ના સી.એચ.ઓ વનિતા રાઠોડ તથા મલ્ટી મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ આશા બહેનો તમામ સ્ટાફે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande