ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર-સોમનાથમાં આવેલ અને સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ વેરાવળ-સોમનાથ નગરપાલિકાનો વિકાસ અને સોમનાથ યાત્રાધામના વિકાસ માટે હર હંમેશ ચિંતીત રહેતા ભારત સરકારના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાત સરકાર દ્વારા પવિત્રયાત્રાધામ વિકાસની હરણફાળ ભરેલ રહેલ છે. ત્યારે વેરાવળ-સોમનાથ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથીરીટી-સુડાની જાહેરાત કરવામાં આવેલ છે. જેથી વેરાવળ સોમનાથના આસપાસના વિસ્તારોમાં વિકાસના કામોમાં ગતિ આવવા પામેલ છે પરંતુ સોમનાથ વેરાવળ અર્બન ડેવલપમેન્ટ ઓથીરીટીની અમલવારી સત્વરે કરી અને સોમનાથ વેરાવળ અર્બન ડેવલપમેન્ટ ઓથીરીટી સુડાની કચેરી ચાલુ કરવામાં આવે આ વિસ્તારમાં નવા બાંધકામો માટે જરૂરી મંજુરી અને ડેવલપમટેન્ટ પ્લાન આગળ વધી શકે માટે જેથી સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથીરીટી - સુડાની અમલવારી સારૂ અને સુડાની કચેરી કાર્યરત ન થાય ત્યા સુધી સુડામાં આવતા વિસ્તારોમાં બાંધકામ માટે જરૂરી મંજુરીઓ વેરાવળ પાટણ નગરપાલિકા કક્ષાએથી વૈકલ્પિક વ્વાસ્થા કરવા માટે ગુજરાત ના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ ને પત્ર લખી રજૂઆત પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ