ગીર સોમનાથ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ઈણાજ ખાતે નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી
ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ઈણાજ ખાતે આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં જ નવા બની રહેલા અદ્યતન સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી અને સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉભી થયેલી અને ઉભી કરવામાં આવનાર સુવિધાઓની તલસ્પર્શી જાણકારી મેળવી જરૂરી
ઈણાજ ખાતે નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની


ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ઈણાજ ખાતે આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં જ નવા બની રહેલા અદ્યતન સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી અને સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉભી થયેલી અને ઉભી કરવામાં આવનાર સુવિધાઓની તલસ્પર્શી જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.

સાંસદએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવી સ્પર્ધાઓનું આયોજન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જ રૂ.૧૫ કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસિત કરવામાં આવી રહ્યું છે.

તેમણે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યભરમાં સિન્થેટિક ટ્રેક, એથ્લેટીક્સ તેમજ ઈનડોર ગેમ્સ રમી શકાય તે પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તમામ સુવિધાઓ સાથે વિશાળ મેદાન તેમજ સમયાનુકૂલ નવી રમતોને આમેજ કરી શકાય તે પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તે જાણકારી મેળવીને તેમણે સંતોષ વ્યકત્ કર્યો હતો.

સાંસદએ ગીર સોમનાથ જિલ્લાએ ભૂતકાળમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપ્યાં છે અને જિલ્લાનું હીર ઝળકાવ્યું છે. ત્યારે આ સંકુલના માધ્યમથી જિલ્લાના રમતવીરોને પોતાની રમત અને કૌશલ્યને દર્શાવવાનું એક નવું માધ્યમ મળ્યું છે. તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની સાથે પોતાના પરિવાર અને ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કરે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયાએ સાંસદને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉભી કરવામાં આવેલી સુવિધાઓથી અવગત કરાવ્યાં હતાં અને આગામી આયોજન બાબતે માહિતગાર કર્યાં હતાં.

આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande