
નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવતીકાલે રાષ્ટ્રમંડળ દેશોના લોકસભા અધ્યક્ષો અને પ્રિસાઇડિંગ ઓફિસરોના 28મા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ સંસદ ભવનના સંકુલમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં યોજાશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આ સંમેલનની અધ્યક્ષતા કરશે. 42 રાષ્ટ્રમંડળ દેશો અને ચાર અર્ધ-સ્વાયત્ત સંસદોના કુલ 61 અધ્યક્ષો અને પ્રિસાઇડિંગ ઓફિસરો ભાગ લેશે.
આ સંમેલનમાં સમકાલીન સંસદીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે, જેમાં મજબૂત લોકશાહી સંસ્થાઓના નિર્માણમાં સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસરોની ભૂમિકા, સંસદીય કામગીરીમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ, સાંસદો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ, સંસદ પ્રત્યે જનજાગૃતિ વધારવા માટેની નવીનતાઓ અને મતદાન ઉપરાંત નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટેની વ્યૂહરચનાઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ