
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્માના અગ્રણી જૈન શ્રેષ્ઠી રમણલાલ વાડીલાલ શાહ ઉર્ફે ‘રમણકાકા’નું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના અવસાનથી ચાણસ્મા જૈન સમાજ સહિત સમગ્ર નગરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રમણકાકા પાંજરાપોળ સેવાના કાર્યમાં વિશેષ રીતે અગ્રેસર રહ્યા હતા. તેઓ ચાણસ્માની પાંજરાપોળમાં ઢોર માટે ઘાસચારાની વ્યવસ્થા કરતા હતા તેમજ દાતાઓના સહયોગથી અન્ય પાંજરાપોળોને પણ ઘાસચારો મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમણે ચાણસ્મા જૈન સંઘ તથા અન્ય સેવાકીય સંસ્થાઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જૈન સમાજના અગ્રણી ચેતનભાઈ શાહ અને સાવનભાઈએ જણાવ્યું હતું કે, રમણકાકાના નિધનથી સમાજ અને નગરે એક સચ્ચા સેવાર્થી તથા દાતા ગુમાવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ