ચાટાવાડા નજીક સધી માતાજીના મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ચોરી કરી
પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામ નજીક આવેલા સધી માતાજીના મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ચાંદીના આભૂષણો, દાનપેટી તથા એક પિત્તળની મૂર્તિ ચોર
ચાટાવાડા નજીક સધી માતાજીના મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ચોરી કરી.


પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામ નજીક આવેલા સધી માતાજીના મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ચાંદીના આભૂષણો, દાનપેટી તથા એક પિત્તળની મૂર્તિ ચોરી ફરાર થયા હતા. કડકડતી ઠંડીનો લાભ લઈ તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. વહેલી સવારે પૂજારી શશીકાંત અંબાલાલ રાવળ આરતી માટે પહોંચ્યા ત્યારે મંદિરના બે તાળા તૂટેલા જોવા મળ્યા હતા. અંદર તપાસ કરતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

ચોરીમાં આશરે 800 ગ્રામના ચાંદીના છત્તર અને હાર, 300 ગ્રામનો ચાંદીનો મુગટ સહિત કુલ 1.1 કિલોથી વધુ ચાંદીના દાગીના લઈ જવામાં આવ્યા છે. દાનપેટીમાં અંદાજે 7,000થી 8,000 રૂપિયા રોકડ હોવાનું અનુમાન છે. આ મામલે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande