ચશ્મા મુદ્દે દલિત યુવક પર હુમલો, એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો
પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામમાં ચશ્મા પહેરવા જેવી સામાન્ય બાબતે અનુસૂચિત જાતિના યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને લાકડીઓ અને ગડદાપાટુ વડે માર મારવામાં આવ્યો તેમજ જાતિ વિષયક અપમાનિત કરવામાં
ચશ્મા મુદ્દે દલિત યુવક પર હુમલો, એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો


પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામમાં ચશ્મા પહેરવા જેવી સામાન્ય બાબતે અનુસૂચિત જાતિના યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને લાકડીઓ અને ગડદાપાટુ વડે માર મારવામાં આવ્યો તેમજ જાતિ વિષયક અપમાનિત કરવામાં આવ્યો હતો.

પીપરાળા ગામના 26 વર્ષીય તુલસીભાઈ વેલાભાઈ સોલંકી સાંજે હનુમાનજી મંદિર પાસે ચશ્મા પહેરીને ઊભા હતા. તે દરમિયાન દેવશી માંડણ કોળીએ ચશ્મા માંગ્યા હતા. તુલસીભાઈએ ઇનકાર કરતા દેવશી ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી કરી હતી.

થોડીવાર બાદ દેવશી કોળી અને ભીખુ સગુ કોળી તુલસીભાઈના ઘરે પહોંચ્યા અને જાતિ આધારિત ગાળો બોલી. આ સમયે માંડણ ધીંગા કોળી લાકડી લઈને આવ્યો અને તુલસીભાઈના ખભા તથા પગ પર ફટકા માર્યા. પિતા વચ્ચે પડતા તેમને ધક્કો મારી પાડી દેવામાં આવ્યા અને ત્રણેયે મળીને તુલસીભાઈને માર માર્યો હતો.

હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા. ઈજાગ્રસ્ત તુલસીભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. સાંતલપુર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande