હારીજમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 10 અરજીઓ રજૂ થઈ હતી, જેમાંથી માત્ર 3 અરજદારો પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. કલેક્ટરે હાજર રહેલા અરજદા
હારીજમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો


પાટણ, 21 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 10 અરજીઓ રજૂ થઈ હતી, જેમાંથી માત્ર 3 અરજદારો પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. કલેક્ટરે હાજર રહેલા અરજદારોની રજૂઆતો વ્યક્તિગત રીતે સાંભળી અને સંબંધિત વિભાગોને ત્વરિત તથા અસરકારક નિરાકરણ માટે કડક સૂચનાઓ આપી હતી.

રજુ થયેલી 10 સમસ્યાઓમાંથી 6 પ્રશ્નો નગરપાલિકા વિસ્તારને લગતા હતા. તેમાં ભૂગર્ભ ગટર ઉભરાવા, ગંદકી, સફાઈ વ્યવસ્થા, ગટરના ખુલ્લા ઢાંકણા, નવી ગટર લાઈન, રહેણાંક વિસ્તારોમાં સ્પીડ બ્રેકર તેમજ મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા જેવી પાયાની માંગણીઓનો સમાવેશ થતો હતો.

કાર્યક્રમ દરમિયાન કેટલાક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું. હારીજ ડેપોની પાટણ–વાહેદપુરા એસટી બસ બંધ કરવાની રજૂઆતનો તાત્કાલિક નિકાલ થયો હતો. અન્ય અરજીઓ અંગે પણ જરૂરી આદેશો આપવામાં આવ્યા. અરજદારોની ઓછી હાજરીને કારણે કાર્યક્રમ માત્ર એક કલાકમાં પૂર્ણ થયો. આ પ્રસંગે મામલતદાર ડી.કે. ધ્રુવ, પીઆઈ નીરવ શાહ, ડેપો મેનેજર જાગૃતિબેન પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande