
ભાવનગર, 8 જાન્યુઆરી (હિ.સ.) : ભાવનગર મંડળ દ્વારા વર્ષ 2025 દરમિયાન રેલ સુરક્ષાને મજબૂત બનાવવા તથા મુસાફર સુવિધાઓના વિસ્તરણ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. ભાવનગર મંડળમાં લેવલ ક્રોસિંગ દૂર કરવું, આરઓબી/આરયુબી નિર્માણ, ફૂટ ઓવર બ્રિજ, બાઉન્ડ્રી વોલ, ટ્રેક મેન્ટેનેન્સ તેમજ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકાસ કાર્યોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.
લેવલ ક્રોસિંગ દૂર કરવું અને આરઓબી/આરયુબી નિર્માણ
વર્ષ 2025 દરમિયાન કુલ 16 લેવલ ક્રોસિંગ આરઓબી/આરયુબી નિર્માણ, રોડ ટ્રાફિક ડાયવર્ઝન તથા સીધી બંધ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 5 આરયુબી અને 1 આરઓબીનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે રોડ અને રેલ ટ્રાફિકની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થયો છે.
મુસાફર સુવિધાઓનું વિસ્તરણ
મે 2025માં સિહોર જંકશન પર એક નવું ફૂટ ઓવર બ્રિજ (FOB) પૂર્ણ કરી મુસાફરોને સમર્પિત કરવામાં આવ્યું. ઉપરાંત મંડળના વિવિધ સ્ટેશનો (જેતલસર, માલિયા હાટીના, સોનગઢ, ચોરવાડ રોડ, લીંબડી, ધોળા, ભાણવડ, જામજોધપુર, બોટાદ, કેશોદ, ગોંડલ અને સાવરકુંડલા) પર 12 નવા FOB પ્રસ્તાવિત/નિર્માણાધીન છે. ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સહિત અનેક સ્ટેશનો પર કવર શેડનું નિર્માણ પૂર્ણ થયું છે તથા અન્ય સ્ટેશનો પર કામ પ્રગતિ પર છે.
અમૃત ભારત સ્ટેશન યોજના
પ્રધાનમંત્રી દ્વારા 22 મે 2025ના રોજ ભાવનગર મંડળના મહુવા, રાજુલા જંકશન, જામજોધપુર, સિહોર જંકશન, લીંબડી અને પાલીતાણા અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે મુસાફરોને આધુનિક અને વધુ ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.
અન્ય મહત્વપૂર્ણ કાર્યો
અતિક્રમણ અને અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે 9.245 કિમી બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે દામનગર–લીલિયા મોટા વચ્ચે વધારાનો વોટરવે બ્રિજ પણ પૂર્ણ કરવામાં આવ્યો છે.
યાંત્રિક વિભાગ – ભાવનગર મંડળ
વર્ષ 2025 દરમિયાન રેલ સુરક્ષા, મુસાફર સુવિધા અને આધુનિકીકરણમાં નોંધપાત્ર પ્રગતિ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના યાંત્રિક વિભાગ દ્વારા વર્ષ 2025 દરમિયાન રેલ સુરક્ષા, મુસાફર સુવિધા, ઓપરેશનલ કાર્યક્ષમતા તથા આધુનિક માળખાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
પૂર્ણ થયેલ મુખ્ય કાર્યો
1. હોટ એક્સલ બોક્સ ડિટેક્ટર (HABD) દ્વારા સુરક્ષામાં વધારો
વર્ષ 2025માં લીલિયા મોટા, રાણપુર, તરસઈ અને ચોકી સ્ટેશનો પર HABD સિસ્ટમ સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવી છે, જેના દ્વારા શક્ય તકનીકી ખામીઓ અગાઉથી ઓળખી શકાય છે અને અકસ્માતોની શક્યતા ઘટે છે.
2. ઇલેક્ટ્રોનિક ઇન-મોશન વેઇંગ સિસ્ટમ
ખોડિયાર મંદિર સ્ટેશન પર 29.10.2025ના રોજ ઇલેક્ટ્રોનિક ઇન-મોશન વેઇંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જેના કારણે ઓવરલોડિંગ પર અસરકારક નિયંત્રણ શક્ય બન્યું છે.
3. ICFથી LHB કોચોમાં પરિવર્તન
મુસાફરોની સુરક્ષા અને આરામ માટે નીચેની ટ્રેનોના રેક LHB કોચોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે:
• ટ્રેન નં. 22958 (વેરાવળ–ગાંધીનગર) – 4 રેક (01.12.2025થી)
• ટ્રેન નં. 12945/12946 (વેરાવળ–બનારસ–વેરાવળ) – 1 રેક (03.03.2025થી)
• ટ્રેન નં. 19269/19270 (પોરબંદર–મુઝફ્ફરપુર–પોરબંદર) – 2 રેક
• ટ્રેન નં. 20937/20938 (પોરબંદર–દિલ્લી–પોરબંદર) – 1 રેક
LHB કોચોમાં વધુ સારી બ્રેકિંગ સિસ્ટમ, સ્થિરતા અને ઊંચી સુરક્ષા ઉપલબ્ધ છે.
4. નવી સાપ્તાહિક LHB ટ્રેન સેવા
03.08.2025થી ભાવનગર–અયોધ્યા કૅન્ટ વચ્ચે 22 LHB કોચ સાથે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.
ભવિષ્યના પ્રસ્તાવિત કાર્યો
• આદ્રી રોડ, મોટા સુરખા અને સારંગપુર રોડ પર HABD સ્થાપના
• રાણાવાવ ખાતે ₹136 કરોડની કિંમતનું અદ્યતન ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો
• અદિતપરા (પોરબંદર) ખાતે ₹98 કરોડની BOT લોન્ડ્રી
• ગોંડલ, જુનાગઢ અને રાણાવાવ ખાતે ઇન-મોશન વેઇંગ સિસ્ટમ સ્થાપના
રેલવે સુરક્ષા બળ (RPF) – ભાવનગર મંડળ
વર્ષ 2025માં મુસાફરોની સુરક્ષા અને રેલ સંપત્તિ સંરક્ષણમાં નોંધપાત્ર સિદ્ધિઓ
• ઓપરેશન અમાનત અંતર્ગત 204 ખોવાયેલી વસ્તુઓ (₹39.80 લાખ મૂલ્યની) મુસાફરોને પરત કરવામાં આવી.
• ઓપરેશન નન્ને ફરિશ્તે હેઠળ 35 બાળકોને રેસ્ક્યુ કરી પરિવારને સોંપવામાં આવ્યા.
• રેલવે સંપત્તિ ચોરીના 17 કેસોમાં 43 આરોપીઓ ઝડપાયા.
• ACPના 214 કેસોમાં 197 ધરપકડ અને ₹41,200 દંડ વસૂલાયો.
• ઓપરેશન જીવન રક્ષા હેઠળ ગોંડલ સ્ટેશન પર CPR આપી મુસાફરની જાન બચાવવામાં આવી.
જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન રેલવે અધિનિયમ હેઠળ 8836 કેસોમાં ₹10.53 લાખ દંડ વસૂલાયો.
CRO (પશુ અથડામણ) નિવારણ માટે 549 જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા.
વાણિજ્ય વિભાગ – ભાવનગર મંડળ મુસાફર સુવિધા વિકાસ અને આવકમાં ઐતિહાસિક વૃદ્ધિ વર્ષ 2025-26 દરમિયાન મુસાફર સુવિધાઓ, સ્ટેશન પુનર્વિકાસ, નવી ટ્રેન સેવાઓ અને આવકમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
મુસાફર સુવિધાઓ ₹170 કરોડથી વધુ ખર્ચે FOB, કવર શેડ, ડિજિટલ જાહેરાત પ્રણાલી અને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકાસ કરવામાં આવ્યો છે.
આવક પ્રદર્શન
• મુસાફર આવક: ₹231.06 કરોડ (18.7% વધારો)
• મુસાફર સંખ્યા: 1.85 કરોડથી વધુ
• નવેમ્બર 2025માં સર્વોચ્ચ માસિક આવક ₹29.50 કરોડ
માલ ભાડું
₹787.49 કરોડનું માલ ભાડું, 12.9% વૃદ્ધિ સાથે નોંધાયું.
ઉર્વરક અને LPG લોડિંગમાં સર્વોચ્ચ રેકોર્ડ નોંધાયા.
નવી ટ્રેન સેવાઓ
વેરાવળ–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (26.05.2025થી)
ભાવનગર–અયોધ્યા કૅન્ટ સાપ્તાહિક ટ્રેન (03.08.2025થી)
અમૃત ભારત સ્ટેશન યોજના 22 મે 2025ના રોજ લીંબડી, સિહોર જં., પાલીતાણા, મહુવા, રાજુલા જં. અને જામજોધપુર સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ભાવનગર મંડળ સુરક્ષિત, સમયબદ્ધ અને આધુનિક રેલ સેવાઓ પ્રદાન કરવા સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં કાર્ય કરતું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ