
અમદાવાદ,08 જાન્યુઆરી (હિ.સ.) દૂષિત પાણીના કારણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે કારણે લોકોના મૃત્યુ સામે આવ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ પ્રદૂષિત પાણી આવે છે, જેને લઈને આજ રોજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે હાય રે મેયર હાય ને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. મેયર ઓફિસની બહાર જાળી તાળા મારીને બંધ કરી દેવામાં આવી છે. વિપક્ષના નેતાઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ અને પ્રવેશ આપવામાં આવ્યો નહીં.
અમદાવાદના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં 550માં પાણીજન્ય રોગો નોંધાયા છે. 2025માં 14,000 કેસો નોંધાયા છે.
મેયર ઓફિસમાં પ્રદૂષિત પાણી લાવવામાં આવ્યું હતું, જેથી કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા દરિયાપુરના કોંગ્રેસના કોર્પોરેટર પાસેથી લેવાનો પ્રયાસ કરતા ખખડાવ્યા હતાં.
કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની છે, પરંતુ મેયર હજી સુધી દાણાપીઠ ઓફિસે આવ્યા નથી, જેથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બહાર રાહ જોઈને બેસી રહ્યા છે.
અમદાવાદને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી આપવામાં આવે છે, એના માટે હાથમાં ખરાબ પાણીવાળી બોટલો લાવવામાં આવી છે, જે મેયરના ટેબલ ઉપર મૂકી અને બતાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ