બાગાયતી યોજનાઓ હેઠળ પૂર્વ-મંજૂરી ધરાવતા ખેડુતોને ખરીદીના બિલો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવા અનુરોધ
ગાંધીનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ યોજનાઓ જેવી કે હાઇબ્રીડ બિયારણ, છુટ્ટા ફૂલો, વિવિધ ફળ-પાક વાવેતર જેવા કે જામફળ, આંબા, લીંબુ, વિગેરે, અને ટ્રેલીઝ મંડપ (કાચા મંડપ, અર્ધપાકા અને પાકા મંડપ), બાગાયત યાંત્
બાગાયતી યોજનાઓ હેઠળ પૂર્વ-મંજૂરી ધરાવતા ખેડુતોને ખરીદીના બિલો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવા અનુરોધ


ગાંધીનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ યોજનાઓ જેવી કે હાઇબ્રીડ બિયારણ, છુટ્ટા ફૂલો, વિવિધ ફળ-પાક વાવેતર જેવા કે જામફળ, આંબા, લીંબુ, વિગેરે, અને ટ્રેલીઝ મંડપ (કાચા મંડપ, અર્ધપાકા અને પાકા મંડપ), બાગાયત યાંત્રિકરણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચિગ), પ્લાસ્ટીક કેરેટ, તાડપત્રી, વજનકાંટા વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા આઈ-ખેડુત પોર્ટલ પર કરેલ અરજી અન્વયે ખેડુત મિત્રોને પૂર્વ-મંજૂરી મળેલ છે.

પૂર્વ મંજૂરી મેળવેલા ખેડૂતોએ સહાય મેળવવા માટે વાવેતર/ ખરીદીના બીલો, તમામ સાધનિક કાગળો સહિત આઈ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આ માટે ગાંધીનગર જિલ્લામાં પૂર્વમંજૂરી ધરાવતા બાગાયતદારોને તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ક્લેમ સબમિટ (claim submit) અપલોડ કરવા જણાવવામાં આવે છે. વધુમાં સમયમર્યાદા બહાર અપલોડ થયેલ સાધનિક કાગળો ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી,સહયોગ સંકુલ, પાંચમો માળ, સી-બ્લોક, પથિકાશ્રમની બાજુમાં, સેક્ટર-૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧, ફોન નં-૦૭૯-૨૩૨૫૭૭૬૦ ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ નાયબ બાગાયત નિયામક એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande