પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂથી બચાવ માટે સાવચેતીની માગ
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે નાયબ પશુપાલન નિયામકને લેખિત રજૂઆત કરી છે. તેમાં પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધ કરવા અને જરૂરી માર્ગદર્શિકા આપવા મા
પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂથી બચાવ માટે સાવચેતીની માગ


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે નાયબ પશુપાલન નિયામકને લેખિત રજૂઆત કરી છે. તેમાં પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધ કરવા અને જરૂરી માર્ગદર્શિકા આપવા માંગ કરવામાં આવી છે.

રાજ્યમાં શિયાળાની ઠંડી વધતા બર્ડ ફ્લૂ ફેલાવાની શક્યતા રહેતી હોવાથી સરકારે પણ આગોતરા સૂચનાઓ બહાર પાડી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સમયસર તકેદારી રાખવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

રજૂઆત મુજબ પાટણ જિલ્લામાં પોલ્ટ્રી ફાર્મની સંખ્યામાં વધારો થયો છે અને મોટા પાયે મરઘાપાલન થાય છે. આવા કેન્દ્રોમાં બર્ડ ફ્લૂ ન ફેલાય અને વાયરસ માનવ શરીરમાં પ્રવેશ ન કરે તે માટે સંચાલકોને સાવચેતીના પગલાં લેવા સૂચવવા પર ભાર મૂકાયો છે.

જિલ્લામાં હાલ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી, છતાં ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય તે માટે ગાઈડલાઈન અમલમાં મૂકવાની ભલામણ કરાઈ છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande