
ગીર સોમનાથ, 8 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ ગૌશાળા ખાતે તારીખ ૮/૧/૨૬ના રોજ ગીર ગૌ સંસ્થાન ગૌ પાલ રમેશભાઈ રૂપલીયા દ્વારા આયોજિત ગાય ગામડું ખેતી યાત્રા ૨૦૨૫ ઝેર મુક્ત ભારત પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત 25 ડિસેમ્બરના રોજ ગોંડલ થી સોમનાથ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે 8 જાન્યુઆરીના રોજ સોમનાથ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી, ત્યારે ગૌ પાલ રમેશભાઈ રૂપાલીયાને હિન્દુ રક્ષક તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તેમજ વેરાવળ સમજતા ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ફુલ હાર થી સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, લોહાણા મહાજન સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા, રીયોન કામદાર સંઘના જનરલ સેક્ટરી ભરતભાઈ મહેતા, કારોબારી નિકુંજભાઈ, મનોજભાઈ, કાર્તિક, મરાઠા સમાજના દાદુભાઈ શેર, દરબાર સમાજના અગ્રણી રમજુભાઈ ચાવડા, વિજયભાઈ વાળા, તથા ખારવા સમાજના અગ્રણીઓ તથા બોહરી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ