ગીર સોમનાથમાં રાખેજ - મટાણા ગામને જોડતો રોડ બિસ્માર, કોઝવે પર તિરાડો પડી
ગીર સોમનાથ, 8 જાન્યુઆરી (હિ.સ.) : રાખેજથી મટાણા તરફ જતાં માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલ કોઝવે હાલ ગંભીર બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. કોઝવે પર અનેક સ્થળે મોટી-નાની તિરાડો પડી ગઈ છે તેમજ ખાડાઓ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો
રાખેજ - મટાણા ગામને જોડતો


ગીર સોમનાથ, 8 જાન્યુઆરી (હિ.સ.) : રાખેજથી મટાણા તરફ જતાં માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલ કોઝવે હાલ ગંભીર બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. કોઝવે પર અનેક સ્થળે મોટી-નાની તિરાડો પડી ગઈ છે તેમજ ખાડાઓ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દરરોજ પસાર થતા મુસાફરો અને છાત્રો તેમજ ખેડૂતો માટે આ માર્ગ જોખમી બન્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં જ બનાવાયેલા આ કોઝવેની ગુણવત્તા અંગે શરૂઆતથી જ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ સ્થિતિ એવી છે કે દ્વિચક્રી વાહનચાલકોને સંતુલન રાખવું મુશ્કેલ બની રહ્યું છે. જ્યારે ફોરવ્હીલ વાહનોને પણ ધીમે ગતિએ પસાર થવું પડે છે. તેમજ અકસ્માતની શક્યતા વધી જાય છે. ગ્રામજનોએ સંબંધિત વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોમાં આક્રોશ વધતો જઈ રહ્યો છે અને વહેલી તકે કોઝવેનું મરામત કામ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાખેજ - મટાણા ગામને જોડતા માર્ગ પર કોઝવે થોડા સમય પહેલાં બનાવાયો હોવા છતાં હાલ તિરાડો અને ખાડાઓથી ભરાઈ ગયો છે. જે બાંધકામની ગુણવત્તા પર પ્રશ્ન ઊભા કરી રહ્યો છે.

બાઈક ચલાવવું પણ મુશ્કેલ બન્યું.

આ રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે, અહીથી ફોર વ્હીલ તો ઠીક પણ ટુવ્હીલ પણ પસાર કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વહેલી તકે આ રોડનું કામ કરવામાં આવે એવી ગ્રામલોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande