પાટણના સંદીપ દરજીએ વિદ્યાર્થી નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસના વિવિધ પાસાઓ પર સંશોધન કરીને Ph.D. ની પદવી મેળવી
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણના સંદીપ દરજીએ વિદ્યાર્થી નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસના વિવિધ પાસાઓ પર સંશોધન કરીને Ph.D. ની પદવી મેળવી છે. તેમનું સંશોધન ખાસ કરીને વિદ્યાર્થી નેતૃત્વ પર કેન્દ્રિત હતું. સંદીપ દરજી વર્ષ 2022માં હેમચંદ્રાચાર્ય ઉત્તર
પાટણના સંદીપ દરજીએ વિદ્યાર્થી નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસના વિવિધ પાસાઓ પર સંશોધન કરીને Ph.D. ની પદવી મેળવી


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણના સંદીપ દરજીએ વિદ્યાર્થી નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસના વિવિધ પાસાઓ પર સંશોધન કરીને Ph.D. ની પદવી મેળવી છે. તેમનું સંશોધન ખાસ કરીને વિદ્યાર્થી નેતૃત્વ પર કેન્દ્રિત હતું. સંદીપ દરજી વર્ષ 2022માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં આર્ટસ ફેકલ્ટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શૈક્ષણિક મુદ્દાઓ પર સક્રિયપણે કામ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતૃત્વ પરના તેમના સંશોધન કાર્યને પાટણના સામાજિક અને રાજકીય વર્તુળોમાં પ્રશંસા મળી છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ વિવિધ સંગઠનો અને આગ્રણીોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande