શ્રીલંકાની સત્તાધારી જેવીપીના પ્રતિનિધિમંડળે, નિતિન નવીન સાથે મુલાકાત કરી, સંગઠનાત્મક અનુભવો પર ચર્ચા
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) શ્રીલંકાની સત્તાધારી પાર્ટી જનતા વિમુક્તિ પેરામુના (જેવીપી) ના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે અહીં સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં મુલાકાત કરી. આ બેઠક ભાજપના આંતરરાષ્ટ્રીય સં
શ્રીલંકા


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) શ્રીલંકાની સત્તાધારી પાર્ટી જનતા વિમુક્તિ પેરામુના (જેવીપી) ના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે અહીં સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં મુલાકાત કરી.

આ બેઠક ભાજપના આંતરરાષ્ટ્રીય સંપર્ક કાર્યક્રમ ‘ભાજપને જાણો' પહેલ હેઠળ આયોજિત કરવામાં આવી હતી.

જેવીપીના મહાસચિવ તિલ્વિન સિલ્વાના નેતૃત્વમાં, ભારત આવેલા પ્રતિનિધિમંડળે ભાજપ અધ્યક્ષ સાથે બંને રાજકીય પક્ષો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને સંગઠનાત્મક અનુભવોની આપ-લે કરવા પર ચર્ચા કરી. બેઠકમાં પરસ્પર રાજકીય અને રાજદ્વારી સહયોગને પ્રોત્સાહન આપવા સંબંધિત વિષયો પર પણ વિચાર-વિમર્શ થયો.

શ્રીલંકાના પ્રતિનિધિમંડળે, પોતાના ભારત પ્રવાસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રા સાથે પણ મુલાકાત કરી.

આ દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય સંગઠનોના કાર્યકાજ, જનસંપર્ક અને સંગઠન વિસ્તરણ સંબંધિત અનુભવોની આપ-લે કરવાની તક મળી.

જેવીપીનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી ભારતના ચાર દિવસીય સત્તાવાર પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે ભારતીય સંસદ અને દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લીધી.

આ યાત્રા ભાજપના આંતરરાષ્ટ્રીય સંપર્ક કાર્યક્રમ હેઠળ વિદેશી રાજકીય પક્ષો સાથે સંવાદ અને સંગઠનાત્મક અનુભવોની આપ-લેની દિશામાં એક પહેલ તરીકે જોવામાં આવી રહી છે. શ્રીલંકા અને ભારત વચ્ચેના રાજકીય અને રાજદ્વારી સંબંધોના સંદર્ભમાં પણ આ પ્રકારના સંવાદને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande