જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના 10 વિદ્યાર્થીના પ્રોજેક્ટસને SSIP યોજના હેઠળ સહાયની મંજૂરી
જૂનાગઢ,01 ઓક્ટોબર (હિ.સ.) બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત વિદ્યાર્થીઓમાં નવીનતા, સ્ટાર્ટઅપ તથા વ્યવસાયિક વિચારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વિવિધ નવીન પ્રોજેક
જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના


જૂનાગઢ,01 ઓક્ટોબર (હિ.સ.) બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત વિદ્યાર્થીઓમાં નવીનતા, સ્ટાર્ટઅપ તથા વ્યવસાયિક વિચારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વિવિધ નવીન પ્રોજેક્ટસને મંજૂરી આપવામાં આવી છે.

વર્ષ 2026-27 દરમિયાન સંસ્થાના કુલ ૧૦ વિદ્યાર્થીના પ્રોજેક્ટસને Proof of Concept (PoC) ની કામગીરી માટે કુલ રૂ. 1,07,000 ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

આ વર્ષે સંસ્થાને કુલ 19 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેમાંથી સ્ક્રુટીની અને મૂલ્યાંકન પ્રક્રિયા બાદ ૧૦ વિદ્યાર્થી પ્રોજેક્ટસની પસંદગી કરવામાં આવી છે અને તેમને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂર થયેલા પ્રોજેક્ટસમાં ધારેચા જ્યોતિ, સાપરિયા કરણ, ઢોલિયા અસ્મિતા, કટારિયા જમના, પરમાર કૃષ્ણા, સાંખટ ધવલ, સોલંકી ભૂમિ, દુદકિયા પાયલ, નંદાણીયા રોશની, દાણીધારિયા રાજલ અને વસાવડા પર્વનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓના મંજૂર થયેલા પ્રોજેક્ટસ માટે મંજૂર ગ્રાન્ટની 70 % રકમ પ્રથમ હપ્તા તરીકે વિતરિત કરવામાં આવી છે

આ સમગ્ર પ્રક્રિયા SSIP Scrutiny Committee ની ભલામણ તથા કોલેજની SSIP Committee ની મંજૂરીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી સંસ્થાના આચાર્ય ડો.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ SSIP કો. ઓર્ડિનેટર ડૉ.દીપિકા કેવલાણી, SSIP સમિતિના સભ્યો ડૉ પી.વી.બારસીયા, પ્રો. આર.એચ.પરમાર, ડો.દીના લોટિયા, ડૉ.જાગૃતિ વ્યાસ, ડૉ.જિગ્નેશ કાચા અને ડૉ.મેઘરાજ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande