નવરાત્રિમાં ગુંતલી માતાજીના દરબારમાં શ્રદ્ધાની ભેટ! સાંખલા પરિવારે અર્પણ કર્યો ઇમિટેશન જ્વેલરીનો સુંદર હાર
નખત્રાણાના વેપારી અને દેશલપરના વતની શાંતિલાલ સાંખલા પરિવારની માતાજી પ્રત્યેની ભક્તિ ફરી આવી સામે, અગાઉ પણ મંદિરે હાર અર્પણ કરી ચૂક્યો છે પરિવાર કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના વિવિધ શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં
આકર્ષક હાર અર્પણ કરવામાં આવ્યો હતો.


નખત્રાણાના વેપારી અને દેશલપરના વતની શાંતિલાલ સાંખલા પરિવારની માતાજી પ્રત્યેની ભક્તિ ફરી આવી સામે, અગાઉ પણ મંદિરે હાર અર્પણ કરી ચૂક્યો છે પરિવાર

કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના વિવિધ શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં ભક્તિ, આસ્થા અને સેવાભાવના અનોખા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામની સીમમાં આવેલા ઐતિહાસિક ગુંતલી માતાજીના મંદિરે પણ ભક્તોની શ્રદ્ધા અનોખી રીતે પ્રગટ થઈ રહી છે. નવરાત્રિના ત્રીજા નોરતે દેશલપરના વતની અને નખત્રાણા ખાતે વ્યવસાય કરતા શાંતિલાલ જાદવજી સાંખલા પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં એક ગ્રામની ઇમિટેશન જ્વેલરીનો આકર્ષક હાર અર્પણ કરવામાં આવ્યો હતો.

નખત્રાણા નગરમાં ‘સાગર ઇમિટેશન જ્વેલરી – આરતી કટલેરી’ના નામે વ્યવસાય કરતા શાંતિલાલ સાંખલા અને તેમના પરિવારે માતાજી પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવા માટે આ ભેટ અર્પણ કરી હતી. પરિવાર માટે આ પ્રસંગ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહેતાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો અવસર બન્યો હતો. નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીની સેવા કરવાનો મોકો મળતાં સાંખલા પરિવારે આનંદની લાગણી અનુભવી હતી.

આ પ્રસંગે ભાનુબેન શાંતિલાલ સાંખલાએ જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન માતાજીની સેવા કરવાનો અવસર મળવો એ પરિવાર માટે આનંદ અને ગૌરવની વાત છે. માતાજી પ્રત્યેની શ્રદ્ધા સાથે પરિવાર દ્વારા અગાઉ પણ મંદિરે હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ રીતે ફરી એકવાર માતાજીના ચરણોમાં ભેટ ધરાવી પરિવારે પોતાની આસ્થાને અભિવ્યક્ત કરી હતી.

નવરાત્રિના દિવસોમાં ગુંતલી માતાજીના મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળી રહી છે. ભક્તો માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર સેવા તથા ભક્તિમાં જોડાય છે. સાંખલા પરિવાર દ્વારા અર્પણ કરાયેલો હાર પણ આ ભક્તિભાવપૂર્ણ પરંપરાનો એક ભાગ બન્યો છે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આવા પ્રસંગો સ્થાનિક સ્તરે શ્રદ્ધા અને સંસ્કૃતિના વારસાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande