
અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય અંગે શિક્ષણ, જાગૃતિ ફેલાવવાનો અને માનસિક બીમારીઓ સાથે જોડાયેલા સામાજિક કલંક (Stigma) સામે લડવાનો છે.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ કેમ્પસ ખાતે માનસિક સ્વાસ્થ્યને સમજવું વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. હંસલ ભચેચ (વરિષ્ઠ કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ, શિક્ષણવિદ્ અને બેસ્ટસેલિંગ લેખક), ડૉ. ઇતિ શુક્લા (ક્લિનિકલ સાયકોલોજિસ્ટ), ઋષિકેશ રાવલ (પ્રેસિડેન્ટ - ગ્રુપ હ્યુમન રિસોર્સિસ એન્ડ કોર્પોરેટ કમ્યુનિકેશન્સ, ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ), અને તાન્યા પરીખ (ડિરેક્ટર, નયન પરીખ એન્ડ કન્સલ્ટન્ટ્સ) દ્રારા પેનલ ડિસ્કશન સંબોધવામાં આવ્યું હતું અને માનસિક સ્વસ્થતા, મનોવૈજ્ઞાનિક ક્ષમતા અને કાર્યસ્થળના સ્વાસ્થ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ