અમદાવાદમાં સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં, 28 વૃક્ષોને બચાવવા બિલ્ડિંગની ડિઝાઇન બદલી
આચાર્યએ જાતે પોતાની કોલેજની જ ગ્રીન બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) વિશ્વમાં જ્યારે પર્યાવરણને લઈ ચિતામાં છે ત્યારે અમદાવાદમાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં જ
MDMA SEIZED KANNUR JAIL UPDATES


- આચાર્યએ જાતે પોતાની કોલેજની જ ગ્રીન બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર

અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) વિશ્વમાં જ્યારે પર્યાવરણને લઈ ચિતામાં છે ત્યારે અમદાવાદમાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં જર્જરિત બિલ્ડિંગોના સ્થાને અંદાજે 26.9 કરોડથી વધુના ખર્ચે નવી ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સામાન્ય રીતે નવી બિલ્ડિંગના બાંધકામમાં નડતરરૂપ વૃક્ષો કાપી નાખવામાં આવતાં હોય છે, પરંતુ અહીં 40થી 50 વર્ષ જૂનાં 28 જેટલાં ઘટાદાર વૃક્ષોને બચાવવા માટે બિલ્ડિંગની ડિઝાઇનમાં જ ફેરફાર કરાયો છે. જર્જરિત થઈ ગયેલી સરકારી ગર્લ્સ પોલિટેકનિક બિલ્ડિંગના સ્થાને સરકાર દ્વારા નવી બિલ્ડિંગ નિર્માણ પામી રહી છે, જેમાં પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન સાધવા એક અનોખો પ્રયાસ કરાયો છે.

શરૂઆતમાં R&B દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇનમાં અંદાજે 28 જેટલા વૃક્ષો કાપવા પડે તેમ હતા, પરંતુ આચાર્ય ભાસ્કર અય્યરે પોતાની આર્કિટેક્ચરની લાયકાત અને અનુભવનો ઉપયોગ કરીને એક નવી ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇન તૈયાર કરી છે. તેમજ પહેલી વખત એવું બની રહ્યું છે કે આચાર્યએ પોતાની કોલેજની બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી હોય. આ ગ્રીન ડિઝાઈનથી 8 બ્રાન્ચના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 100થી વધુ સ્ટાફ માટે કુદરતી હવા-ઉજાસ, વીજળીની બચત અને આધુનિક સુવિધાઓ સાથે વૃક્ષોનું જતન શક્ય બનશે.

પરંતુ સરકારી ગર્લ્સ પોલિટેકનિકના આચાર્ય ભાસ્કર અય્યર પોતે પણ એક ક્વોલિફાઇ આર્કિટેક છે, તેમજ પર્યાવરણ પ્રેમી પણ છે. શહેરની મધ્યમાં ઘટાદાર વૃક્ષોથી હરિયાળા કેમ્પસમાં નવી બિલ્ડિંગ બનાવવા વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે તે તેમને યોગ્ય લાગ્યું નહીં. જેથી ભાસ્કર અય્યરે નવી બિલ્ડિંગ માટે એક ડિઝાઇન તૈયાર કરીને R&B અને સરકારમાં રજૂ કરી હતી. પર્યાવરણને નુકશાન થયા વગર નવી બિલ્ડિંગ બની જતી હોવાથી સરકારે તેને મંજૂરી આપી હતી.

અત્યાર સુધીમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ કોલેજના આચાર્યએ બિલ્ડીંગ માટેની ડિઝાઇન તૈયાર કરી હોય અને તેના આધારે નવી બિલ્ડિંગનું નિર્માણ પણ રહ્યું હોય. ભાસ્કર અય્યર ક્વોલિફાઇ આર્કિટેક હોવાથી તેમણે તેમના અનુભવનો ઉપયોગ કરી નવી બિલ્ડિંગના કારણે 40થી 50 વર્ષ જૂના ઘટાદાર વૃક્ષનું નિકંદન થતા અટકાવ્યું છે. માત્ર એટલું જ નવી વૃક્ષોને કાપ્યા વગર વધુ સુવિધાઓ સાથે નવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત બે માળની બિલ્ડિંગમાં વર્ગખંડ, લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ભાસ્કર ઐયરે જણાવ્યું હતું કે, 28 જેટલા વૃક્ષ બચી જાય તે રીતે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. એક પણ વૃક્ષ ન કપાય તેની કાળજી રાખીને ડિઝાઇન તૈયાર કરીને R&Bમાં મોકલવામાં આવી હતી. બીલી, આંબાનું, જાંબુનું સહિતના વૃક્ષો ન કપાય તેનું ધ્યાન રાખ્યું હતું. વૃક્ષ કાપ્યા વગર પણ નવી બિલ્ડિંગ બનતી હોવાથી તે નવો નકશો મંજૂર કરાયો હતો.

ગ્રાઉન્ડ પ્લસ ટુ એ રીતે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, નવી બિલ્ડિંગ તૈયાર થઈ જવા આવ્યું છે, પરંતુ એકપણ વૃક્ષ કાપવું પડ્યું નથી. જેથી કેમ્પસના પર્યાવરણને પણ નુકસાન થતા બચી ગયું છે. પોળમાં જુના જે મકાનો હતા તેમાં કોટયાર્ડ બનાવાતી, જેનાથી બિલ્ડિંગના અંદરની જે ગરમ હવા હોય તે તેના મારફતે બહાર નીકળી જાય, જેથી નવી બિલ્ડિંગમાં પણ તેવું જ કોટયાર્ડ બનાવાયું છે.

કોટયાર્ડ એટલે જૂની 'પોળ'ના મકાનોમાં આવેલો વચ્ચેનો ખુલ્લો ચોક અથવા આંગણું.

'વૃક્ષો હતા ત્યાં ખાંચો પડીને દીવાલ બનાવાઈ''તેમજ કોટયાર્ડનો વિદ્યાર્થીઓને પણ અલગ અલગ એક્ટિવિટી માટે ઉપયોગમાં આવી શકશે.

સરકારી બિલ્ડિંગ મોટાભાગે ચોરસ કે લંબચોરસ આકારમાં બનતું હોય છે.

પરંતુ અમારા ત્યાં નવી બિલ્ડિંગમાં દરેક વૃક્ષોના લોકેશનના આધારે ડિઝાઇન તૈયાર કરાઈ છે. જ્યાં જ્યાં વૃક્ષો હતા ત્યાં ચોરસ કે લંબચોરસ બિલ્ડીંગ બનાવવાના બદલે ખાંચો પડીને દીવાલ બનાવવામાં આવી છે. જેના કારણે તમામ ખૂણામાં જે પણ વૃક્ષો આવતા હતા તે કપાતા બચી ગયા છે. 20થી 25 વર્ષ જૂના વૃક્ષ હોવાથી તેને કાપ્યા વગર કામગીરી કરવામાં આવી રહી છે. જેથી હવે વૃક્ષના કારણે છાંયડો પણે મળશે અને ઓક્સિજન પણ એટલું વધારે મળી શકશે'.

'નવી બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. સરકારી બિલ્ડિંગ R&B દ્વારા ચોરસ કે લંબચોરસ બનાવવામાં આવતી હોય છે. જેથી જો ચોરસ કે લંબચોરસ બિલ્ડીંગ બને તો તેની પરિસીમા લિમિટેડ મળતી હોય છે.

બારી અને દરવાજા માટે માત્ર ચાર દીવાલનો જ ઉપયોગ શકતો હોય છે. પરંતુ નવી બિલ્ડિંગમાં વૃક્ષ એ રીતે હતા કે બહારની દીવાલમાં ખાંચા પડે અને જેના કારણે વૃક્ષ પણ બચી જાય અને પરિસીમા પણ વધારે ઉપયોગમાં આવી શકે.'

‘ચોરસ કે લંબચોરસ બહારની દીવાલ બનાવવાના બદલે ખાંચા પાડવામાં આવ્યા છે જેથી પરિસીમા વધુ મળી ગઈ છે.

જેથી હવે વધુમાં વધુ બારીઓ મૂકી શકીશું. જેથી નેચરલ હવા, ઉજાસનો ફાયદો મળી રહે અને લાઇટનો કે ACનો ઉપયોગ ઓછો કરવો પડે. ફ્રીમાં જે હવા અને ઉજાસ મળે છે તેનો વધુ વધુમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તેને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. જેથી નવી બિલ્ડિંગ તૈયાર થયા બાદ સંસ્થાને આધુનિક સુવિધાઓ મળવાની સાથે કેમ્પસની વર્ષો જૂની હરિયાળી પણ મળી રહેશે. અંદાજે એક વર્ષમાં નવી બિલ્ડિંગની કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારબાદ વિદ્યાર્થીનો અને સ્ટાફ તેનો ઉપયોગ પણ કરી શકશે.’

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande