કોમનવેલ્થને લઈ, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના માર્ગે રોડને પહોળો કરવા 75થી વધુ રહેણાંક મકાનો તોડી ડિમોલિશન
અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) આગામી 2036માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારને ડેવલોપમેન્ટ કરવા માટે પ્રક્રિયા કરી રહી છે. જેના ભા
More than 75 residential houses demolished to widen the road leading to the Commonwealth Stadium in Motera


અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) આગામી 2036માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારને ડેવલોપમેન્ટ કરવા માટે પ્રક્રિયા કરી રહી છે. જેના ભાગરૂપે આજે ફરીથી બીજીવાર સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને 61 મીટર પહોળો કરવા રોડ પરના 75 રહેણાંક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. અગાઉ 66 કોમર્શિયલ મિલકતોને તોડી પાડવામાં આવી હતી.

ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના એક કિલોમીટરના રોડ ઉપર આવતા 75થી વધુ મકાનો આજે સવારથી તોડવામાં આવી રહ્યા છે. બે હિટાચી મશીન, બે જેસીબી સહિતના સાધનો અને મજૂરોની મદદ લેવામાં આવી. તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો ફાળવવામાં આવશે.

મનપાના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ સાબરમતી વોર્ડમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રોડ અને રીડીપી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ટોલનાકાથી લઈને ડી માર્ટની સામેના રોડને 61 મીટર પહોળો કરવાનો હોવાના પગલે રોડ પર 100થી વધુ રહેણાંક મકાનો આવ્યા છે જેમાં અત્યારે 75 મકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી.જેમાં બળદેવ નગર, શંકરજીની ચાલી, નિરાંત નગર અને આનંદનગર.

મોટાભાગના રહેણાંક મકાનો ખાલી કરી દેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત મકાનના માલિકોને વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે મકાનો ફાળવવામાં આવશે હાલમાં જ્યાં સુધી મકાન નહીં ફાળવવામાં આવે ત્યાં સુધી તેઓને ભાડાના ચેક આપી દેવામાં આવ્યા છે. જે લોકોએ રહેણાંકના પુરાવા આપ્યા છે, એવા 66 લોકોએ ભાડાના ચેક સ્વીકારી લીધા છે. જે લોકોના પુરાવા નથી તેઓને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક મકાનો આપવામાં આવ્યા નથી.

સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાના રોડ ઉપર ના ટીપી રોડ અંતર્ગત 18 મીટરના રોડને રીડીપી કરી 61 મીટર કરવામાં આવ્યો છે જેમાં કુલ 165થી વધારે કોમર્શિયલ અને રહેણાંક મિલકત આવી હતી જે અંતર્ગત અગાઉ 66 કોમર્શિયલ મિલકતોને તોડી પાડવામાં આવી હતી.હવે રહેણાંક મિલકતોને તોડી પાડવામાં આવી છે, ત્યારે આજે સવારથી જ્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ત્યારે કેટલાક લોકોએ મકાન ખાલી કર્યા ન હતા. જેમના સવારે મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા અને રહેવાની જગ્યા ન હોવાથી તેમનો સામાન તેઓએ ફૂટપાથ ઉપર મૂક્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande