
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) વિદેશ મંત્રાલયના સચિવ (કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા અને પ્રવાસી ભારતીય બાબતો) શ્રીપ્રિયા રંગનાથન અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (આઈઓએમ) ના મહાનિર્દેશક એમી પોપ વચ્ચે, વૈશ્વિક પ્રવાસન અને લોકોની અવરજવર સાથે સંકળાયેલા વર્તમાન વલણો પર ચર્ચા થઈ. બંને પક્ષોએ બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં ભારત માટે ઉપલબ્ધ તકો વધારવાના ઉપાયો પર પણ વિચાર-વિમર્શ કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, બેઠકમાં વૈશ્વિક સ્તરે સ્થળાંતર અને ગતિશીલતાના ઉભરતા વલણો તથા તેનાથી સંકળાયેલા અવસરો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતના પોતાના નાગરિકો અને વ્યાવસાયિકો માટે વધુ તકો સુનિશ્ચિત કરવા અને સ્થળાંતર સંબંધિત સહયોગને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ વાતચીત થઈ.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન સંયુક્ત રાષ્ટ્ર સાથે સંલગ્ન સંસ્થા છે, જે સ્થળાંતર સાથે સંકળાયેલા મુદ્દાઓ પર સભ્ય દેશો સાથે મળીને કામ કરે છે. ભારત પણ આ સંગઠન સાથે વિવિધ સ્થળાંતર અને માનવ ગતિશીલતા સંબંધિત વિષયો પર સહયોગ કરતું રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ