
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 11 અને 12 ડિસેમ્બરના રોજ કેનેડાની મુલાકાતે જશે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને, શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી. હાઈ કમિશને પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 11 અને 12 ડિસેમ્બરના રોજ કેનેડાનો પ્રવાસ કરશે.
આ પહેલાં, વડાપ્રધાન મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે થયેલી વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક ગતિને આગળ વધારવા અને વેપાર, ઊર્જા, ટેકનોલોજી, સુરક્ષા તથા બંને દેશોના લોકો વચ્ચેના સંપર્કના ક્ષેત્રોમાં ચોક્કસ પરિણામો હાંસલ કરવાની દિશામાં કામ કરવા પર સહમતિ દર્શાવી હતી.
વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના પ્રયાસોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ