

ગાંધીનગર,20 ઓકટોબર (હિ.સ.) આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા જાપાન પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ટોક્યો ખાતે વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની ‘નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન’ની મુલાકાત લીધી હતી.
નિપ્પોન સ્ટીલના મુખ્ય મથક ખાતે નાયબ મુખ્યમંત્રીએ કંપનીના ચેરમેન ઇજી હાશિમોતો સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ત્યારબાદ કંપનીના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર હિદેકી ઓગાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી વન-ટુ-વન બેઠકમાં ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ભાવિ વિસ્તરણની તકો અંગે વિસ્તૃત તથા ફળદાયી ચર્ચા હાથ ધરાઈ હતી.
નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ કનેક્ટિવિટી અને બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણની વિગતો આપી નિપ્પોન સ્ટીલને ગુજરાત સાથેની ભાગીદારી વધુ સુદ્રઢ બનાવવા તેમજ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ