પાટણના પ્રગતિ મેદાનમાં ‘નીલકંઠ ઉત્સવ સેલ’નો પ્રારંભ, સ્વદેશી વસ્તુઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના પ્રગતિ મેદાન ખાતે દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને ‘નીલકંઠ ઉત્સવ સેલ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂર્વ અને વર્તમાન કોર્પોરેટર મનોજભાઈ પટેલ અને રોહિતભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સેલનું
પાટણના પ્રગતિ મેદાનમાં ‘નીલકંઠ ઉત્સવ સેલ’નો પ્રારંભ, સ્વદેશી વસ્તુઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ


પાટણના પ્રગતિ મેદાનમાં ‘નીલકંઠ ઉત્સવ સેલ’નો પ્રારંભ, સ્વદેશી વસ્તુઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ


પાટણના પ્રગતિ મેદાનમાં ‘નીલકંઠ ઉત્સવ સેલ’નો પ્રારંભ, સ્વદેશી વસ્તુઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ


પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના પ્રગતિ મેદાન ખાતે દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને ‘નીલકંઠ ઉત્સવ સેલ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂર્વ અને વર્તમાન કોર્પોરેટર મનોજભાઈ પટેલ અને રોહિતભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સેલનું ઉદ્ઘાટન કરાયું હતું. ‘ભારતીય બનાવટ સાથેના સ્વદેશી’ થીમ પર આયોજિત આ સેલમાં દેશના વિવિધ રાજ્યોમાં તૈયાર થતી અવનવી વસ્તુઓ એક જ સ્થળે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઉત્સવ સેલમાં સહારનપુરનું વુડન ફર્નિચર, ખુર્જાની ક્રોકરી, અંજિલ કિચનવેર, મુંબઈની કટલરી, જયપુરી કુર્તી, લખનવી ઝભ્ભા-શર્ટ, બોમ્બે લેડીઝ ટોપ, રાજસ્થાની મોજડી સહિતની વિવિધ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત ચશ્માં, બેલ્ટ, પર્સ, રમકડાં, પુસ્તકો, સ્ટેશનરી, હેલ્થકેર મસાજર, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘરઘંટી, વોશિંગ મશીન અને એસીનાં કવર જેવી અનેક ઉપયોગી ચીજવસ્તુઓ પણ ખરીદી માટે ઉપલબ્ધ છે.

સેલના શોપ ઓનર નીરજ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય કારીગરો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓ લોકોને યોગ્ય અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાનો તેમનો મુખ્ય હેતુ છે. દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન લોકો પોતાના ઘર અને પરિવાર માટે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી શકે તે માટે વિવિધ પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણ શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકોને આ સેલની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદીનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande