





પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યમાં આરોગ્ય સેવાઓના માળખાને વધુ સુદૃઢ
બનાવવા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી
અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલ
માધ્યમથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય સંસ્થાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો
કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુતિયાણા ખાતે પોરબંદર જિલ્લાના વિવિધ
ગામોમાં આવેલી આરોગ્ય સંસ્થાઓના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો જિલ્લા કક્ષાનો
કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ
માધ્યમથી પોરબંદર જિલ્લામાં અંદાજે રૂ. 6.93 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા કુલ 16 પેટા આરોગ્યનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે અંદાજે રૂ. 0.90 કરોડના ખર્ચે હાથ ધરાનાર બે કામો પેટા
આરોગ્યનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને અમદાવાદ ખાતેના
મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન
ઓડેદરાએ પોરબંદર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોની વિગતો આપતાં
જણાવ્યું હતું કે, નવા પેટા આરોગ્ય કેન્દ્રોના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને
આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ મજબુત બનશે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી.
ચૌધરી, જિલ્લા
પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, આરોગ્ય સમિતિના ચેરમેન સીમાબેન
ભારવાડિયા, જિલ્લા
આરોગ્ય અધિકારી ડૉ. ડી.બી. મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખઓ, નગરપાલિકાના પ્રમુખઓ તેમજ જિલ્લા
પંચાયતના સદસ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya