વાંસદાની ગઢી ધર્મશાળામાં રૂ. 5 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ શરૂ
નવસારી, 24 ઓક્ટોબર (હિ.સ.) : નવસારી જિલ્લાના વાંસદા સ્થિત શ્રી હિન્દુ સમાજ ગઢી ધર્મશાળાના પરિસરમાં પેવર બ્લોક પાથરવાના વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ. 5 લાખના ખર્ચે હાથ ધરાનારા આ કામનું ખાતમુહૂર્ત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કરવા
Vansdani Garhi Dharamshala


નવસારી, 24 ઓક્ટોબર (હિ.સ.) : નવસારી જિલ્લાના વાંસદા સ્થિત શ્રી હિન્દુ સમાજ ગઢી ધર્મશાળાના પરિસરમાં પેવર બ્લોક પાથરવાના વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ. 5 લાખના ખર્ચે હાથ ધરાનારા આ કામનું ખાતમુહૂર્ત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગઢી ધર્મશાળામાં વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી અહીં લોકોની અવરજવર સતત રહે છે. પરિસરમાં પેવર બ્લોક પાથરવામાં આવતાં જગ્યાની સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત, કાર્યક્રમોમાં આવતા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે અને ધર્મશાળાનું પરિસર વધુ સુવ્યવસ્થિત બનશે.

આ પ્રસંગે વિરલભાઈ વ્યાસ, ઘનશ્યામ વ્યાસ, રાજેશ ગાંધી અને નટુભાઈ પંચાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં વિધિવત્ રીતે વિકાસકાર્યની શરૂઆત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande