
ભાવનગર 25 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર મંડળમાં યાત્રી સુવિધાઓના ઉન્નયન, સ્ટેશનની વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવા અને વાણિજ્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM) તરુણ જૈને સોમનાથ, વેરાવળ, માળિયા હાટીના અને આદ્રી રોડ રેલવે સ્ટેશનોનું સંરક્ષા નિરીક્ષણ કર્યું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, નિરીક્ષણ દરમિયાન જૈને, સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ, વાણિજ્યિક વ્યવસ્થાઓ તેમજ સ્ટેશન પરિસરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને યાત્રી સેવાઓને વધુ સુવિધાજનક બનાવવા તથા વાણિજ્યિક પ્રવૃત્તિઓને વધુ સુદૃઢ બનાવવા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM) તરુણ જૈને સોમનાથ સ્ટેશન પર ચાલી રહેલાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. સમીક્ષા બાદ તેમણે યાત્રી સુવિધાઓ અને વાણિજ્યિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ઉપયોગી સૂચનો આપ્યાં હતાં.
જૈને સોમનાથ રેલવે સ્ટેશનના નિરીક્ષણ બાદ GHCL લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (મટિરિયલ) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રેલવે અને ઉદ્યોગ વચ્ચે વધુ સારા સંકલન, માલ પરિવહનની સંભાવનાઓ તથા વાણિજ્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ તેમણે વેરાવળ, માલિયા હાટીના અને આદ્રી રોડ રેલવે સ્ટેશનોની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો હેતુ સ્ટેશનની સુવિધાઓ અને વાણિજ્યિક કાર્યપ્રણાલીની સમીક્ષા કરીને રેલવે સેવાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં પ્રયાસો કરવાનો હતો.
પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા, સ્ટેશનોની કાર્યપ્રણાલીને સુદૃઢ બનાવવા તથા ઉદ્યોગો સાથે સંકલન દ્વારા માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ