અંકલેશ્વરમાં ગોલ્ડન પોઇન્ટ પાસે એપાર્ટમેન્ટમાં વોચમેન પતિએ પત્નીની હત્યા કરી
ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડો કર્યા બાદ વોચમેન પતિએ લક્ષ્મી ચંદને મોતને ઘાટ ઉતારી પત્નીની હત્યા કરનાર પતિ ટેકબહાદુર ચંદને જીઆઇડીસી પોલીસે તાત્કાલિક હિરાસતમાં લીધો મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આડા સંબંધ અને ઘર કંકાસના એંગલથી તપાસ તેજ કરી ભરૂચ
અંકલેશ્વરમાં ગોલ્ડન પોઇન્ટ પાસે કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં વોચમેન પતિએ પત્નીની હત્યા કરી


અંકલેશ્વરમાં ગોલ્ડન પોઇન્ટ પાસે કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં વોચમેન પતિએ પત્નીની હત્યા કરી


અંકલેશ્વરમાં ગોલ્ડન પોઇન્ટ પાસે કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં વોચમેન પતિએ પત્નીની હત્યા કરી


ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડો કર્યા બાદ વોચમેન પતિએ લક્ષ્મી ચંદને મોતને ઘાટ ઉતારી

પત્નીની હત્યા કરનાર પતિ ટેકબહાદુર ચંદને જીઆઇડીસી પોલીસે તાત્કાલિક હિરાસતમાં લીધો

મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આડા સંબંધ અને ઘર કંકાસના એંગલથી તપાસ તેજ કરી

ભરૂચ 25 ઓક્ટોબર (હિ.સ.) : અંકલેશ્વરમાં આડા સંબંધની આશંકાએ ફરી એકવાર લોહિયાળ રૂપ ધારણ કર્યું છે. ગોલ્ડન પોઇન્ટ ચોકડી નજીક આવેલી કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં વોચમેન તરીકે ફરજ બજાવતા પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી પતિ ટેકબહાદુર ચંદને હિરાસતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં પત્નીની હત્યાની ઘટના સામે આવી છે.ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે કાન્હા રેસિડેન્સીનો છે બનાવ.સિક્યુરિટી રૂમમાં વોચમેન પતિએ પત્ની લક્ષ્મી ચંદની હત્યા કરી હોવાનો આરોપ છે.આડા સંબંધની આશંકાને લઈ દંપતી વચ્ચે ઝઘડો થયાની પ્રાથમિક માહિતી સાંપડી છે.જીઆઈડીસી પોલીસે પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદને હિરાસતમાં લીધો.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

અંકલેશ્વરના ગોલ્ડન પોઇન્ટ ચોકડી પાસે આવેલી કાન્હા રેસિડેન્સીમાં મોડી રાત્રે એક ભયાનક ઘટના સામે આવી હતી. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ટેકબહાદુર ભીમ બહાદુર ચંદ અને તેની પત્ની લક્ષ્મી ચંદ વચ્ચે કોઈ બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, પતિને પોતાની પત્નીના આડા સંબંધો હોવાની આશંકા હતી. આ બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જે અંતે લોહિયાળ આખરી અંજામ સુધી પહોંચ્યા હતા.

દંપતી વચ્ચેનો આંતરિક ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે આવેશમાં આવીને પતિ ટેકબહાદુરે સિક્યુરિટી રૂમની અંદર જ પત્ની લક્ષ્મી ચંદ પર હુમલો કરી દીધો હતો અને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘટનાને પગલે રેસિડેન્સીના રહીશો અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘટના અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદને રાઉન્ડઅપ કરી હિરાસતમાં લઈ લીધો છે.

પોલીસે મૃતક લક્ષ્મી ચંદના મૃતદેહનો કબજો મેળવી તેને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. ગુનામાં વપરાયેલા હથિયાર અને હત્યાના ચોક્કસ કારણો જાણવા માટે જીઆઈડીસી પોલીસે આગળની વધુ તપાસ ધમધમાટ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande