સ્મૃતિ ઈરાની, રાયપુર પહોંચ્યા....
રાયપુર, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) છત્તીસગઢ ભાજપના નવા પ્રદેશ પ્રભારી સ્મૃતિ ઈરાની આજે રાયપુર પહોંચ્યા. પ્રદેશ પ્રભારી બન્યા પછી, આ તેમનો પહેલો છત્તીસગઢ પ્રવાસ છે. તેમની સાથે પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી અને સહ-પ્રભારી સિદ્ધાર્થ શંભુ પણ રાયપુર પહો
સ્મૃતિઈરાની


રાયપુર, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) છત્તીસગઢ ભાજપના નવા પ્રદેશ પ્રભારી સ્મૃતિ ઈરાની આજે રાયપુર પહોંચ્યા. પ્રદેશ પ્રભારી બન્યા પછી, આ તેમનો પહેલો છત્તીસગઢ પ્રવાસ છે. તેમની સાથે પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી અને સહ-પ્રભારી સિદ્ધાર્થ શંભુ પણ રાયપુર પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કિરણ સિંહ દેવે તેમનું સ્વાગત કર્યું.

એરપોર્ટ પર તેમનું સ્વાગત સાદગીપૂર્વક કરવામાં આવ્યું. સંગઠન તરફથી નામાંકિત 16 પદાધિકારીઓ અને ધારાસભ્યો સ્વાગત માટે પહોંચ્યા. સ્વાગત માટે પ્રસ્તાવિત ભાજયુમોની મોટરસાયકલ રેલી સ્થગિત કરી દેવામાં આવી. એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી પાર્ટીના ઝંડા લગાવવામાં આવ્યા છે. એરપોર્ટથી સ્મૃતિ ઈરાની ભાજપ કાર્યાલય પહોંચ્યા.

રવિવારે સવારે 11:00 થી 11:30 વાગ્યા સુધી ઈરાની અને શંભુ વડાપ્રધાન મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કરશે. આ પછી, 11:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી (સંગઠન) અને પ્રદેશ મહામંત્રીઓ સાથે સંગઠનાત્મક બેઠક યોજાશે. બપોરે 12:30 થી 01:30 વાગ્યા સુધી પ્રદેશ પદાધિકારીઓ સાથે સમીક્ષા અને વ્યૂહાત્મક બેઠક યોજાશે. 01:30 થી 02:30 વાગ્યા સુધી સંભાગ પ્રભારી, સહ-પ્રભારી, જિલ્લા પ્રભારી, જિલ્લા સહ-પ્રભારી અને જિલ્લા અધ્યક્ષોની સંયુક્ત બેઠક યોજાશે.

બપોરે 03:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી પૂર્વ ધારાસભ્યો અને સાંસદો સાથે, તથા સાંજે 05:30 થી 07:00 વાગ્યા સુધી પૂર્વ પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. રાત્રે 07:00 થી 08:30 વાગ્યા સુધી ભાજપ મુખ્ય જૂથની બેઠકનું આયોજન કરવામાં આવશે.

બંને નેતાઓ 25 અને 26 ઓક્ટોબરના રોજ, પ્રદેશ ભાજપ કાર્યાલય, કુશાભાઉ ઠાકરે પરિસરમાં, સંગઠન અને જનપ્રતિનિધિઓ સાથે કુલ 12 બેઠકોમાં ભાગ લેશે. પાર્ટી સૂત્રો અનુસાર, પ્રવાસ પહેલાં ઈરાનીએ મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના પદાધિકારીઓને ઇન્ટરનેટ માધ્યમો પર વ્યક્તિગત પ્રચાર કરવાને બદલે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર કરવા જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande