
શ્રીનગર, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) પહેલગામ અને ગુલમર્ગ જેવા પર્યટન સ્થળોએ આ મોસમનું પ્રથમ શૂન્યથી નીચેનું લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. અહીં તાપમાન અનુક્રમે માઇનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ અને માઇનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું.
હવામાન વિભાગ અનુસાર, પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જ્યારે ગુલમર્ગમાં તે માઇનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જ્યારે કાઝીગુંડમાં તે 0.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. કોકરનાગમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જ્યારે જમ્મુ સંભાગના બનિહાલમાં તે 3.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે, 24 ઓક્ટોબરે નોંધાયેલું મહત્તમ તાપમાન મોટાભાગના સ્ટેશનો પર સામાન્ય કરતાં નીચે રહ્યું. ગુલમર્ગમાં સૌથી વધુ તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યું. ત્યારબાદ કોકરનાગમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રી સેલ્સિયસ નીચે તાપમાન નોંધવામાં આવ્યું. હવામાન વિભાગે 31 ઓક્ટોબર સુધી સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે સૂકા હવામાનની આગાહી કરી છે.
1 થી 3 નવેમ્બર સુધી મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને ઊંચા સ્થળોએ હળવી હિમવર્ષા સાથે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ