મન કી બાત ના 12 વર્ષ પૂરા, વડાપ્રધાને કહ્યું, 'આ લોકોના પ્રયાસોને જાણવાની તીર્થયાત્રા.'
નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ને 12 વર્ષ પૂરા થઈ ગયા છે. વિજયા દશમીના અવસરે 12 વર્ષ પહેલાં તેમણે રેડિયોને લોકો સાથે સંવાદ કરવાનું માધ્યમ પસંદ કર્યું હતું. વડાપ્રધાને આ વર્ષોની પોતાની સંવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ને 12 વર્ષ પૂરા થઈ ગયા છે. વિજયા દશમીના અવસરે 12 વર્ષ પહેલાં તેમણે રેડિયોને લોકો સાથે સંવાદ કરવાનું માધ્યમ પસંદ કર્યું હતું. વડાપ્રધાને આ વર્ષોની પોતાની સંવાદ યાત્રાને લોકોના પ્રયાસોને જાણવાની તીર્થયાત્રા ગણાવી.

મન કી બાત ના 139મા એપિસોડમાં વડાપ્રધાને આજે કહ્યું, મારા માટે મન કી બાત કોઈ તીર્થયાત્રાથી ઓછી નથી - આ આપણા લોકોના પ્રયાસોને ઊંડાણપૂર્વક સમજવાની અને તેમના યોગદાનને સલામ કરવાની યાત્રા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયોના માધ્યમથી જનસંવાદ કરે છે અને પોતાના કાર્યક્રમમાં સમાજમાં ઉત્તમ કામ કરનારા લોકોના પ્રયાસોને અને જનભાગીદારીના પ્રયાસોને સામેલ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande