
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બખરલા ગામની સગીરાને લગ્ન
કરવાની લાલચ આપી ભગાડી લઈ જવાના ગુનામાં
નોંધાયેલા આરોપીને કીર્તિમંદિર પોલીસે
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના હાતોદ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બખરલા ગામનાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સગીર વયની
હોવાનું જાણતો હોવા છતાં
તેમની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો. આ ફરિયાદના
આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો
નોંધવામાં આવ્યો હતો.
ગુનાની
તપાસ દરમિયાન ટેકનિકલ માહિતીના આધારે આરોપી મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના હાતોદ ગામે હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં
મોકલવામાં આવી હતી.પોલીસની
ટીમે કાર્યવાહી કરીને આરોપી રાહુલ ઉર્ફે વેસુભુરસિંહ મકવાણા (ઉંમર ૨૨), રહે. શનિ મંદિર પાસે, હાતોદ ગામ, ઇન્દોર, મધ્યપ્રદેશ અને મૂળ ગેટા ગામ, તાલુકો તાંડા જિલ્લો ધાર, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો.આ અંગે કીર્તિમંદિર પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya