
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેરમાં ઉદ્યોગ નગરપોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કર્મચારી સોસાયટીથી જીઆઈડીસીરોડ તરફ જતા માર્ગ પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના 576 ક્વાર્ટર અને કાર સહિત કુલ રૂ. 3,36,400નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે દારૂનો જથ્થો વેચાણ માટે આપનાર અન્ય શખ્સ સામે પણ ગુનો નોંધ્યો. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે કર્મચારી સોસાયટીથી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર વોલ્સવેગન વિન્ટો કાર નંબર GJ-06-HL3161ની તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન કારમાંથી 180 મિલી લીટરના 576 સીલબંધ ક્વાર્ટર મળી આવ્યા હતા. આ દારૂની કિંમત રૂ. 86,400 અને કારની કિંમત રૂ. 2.50 લાખ મળીકુલ રૂ. 3,36,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામખીરસરા ગામનો લખમણ અરભમભાઈ ખુંટી (ઉંમર 23) ઝડપાયો હતો.પોલીસના જણાવ્યા મુજબ, આ દારૂ જામનગર જિલ્લાના નાઘેડી ગામના ભરત સાંજણભાઈ ગઢવી પાસેથી વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya