પાટણમાં ગાંજાના કેસમાં આરોપીની જામીન અરજી રદ
પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.)પાટણની સેશન્સ કોર્ટે ગાંજાના ગેરકાયદે વેચાણ અને હેરાફેરીના કેસમાં આરોપી અરજણભાઈની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. બાલિસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં સહ-આરોપીઓ જિગ્નેશ અને નરેશ પાસેથી મોટરસાઇકલ સાથે ₹1,50,
પાટણમાં સગીરાની છેડતીના કેસમાં શિક્ષકને 4 વર્ષની સખત કેદ, ₹25 હજારનો દંડ


પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.)પાટણની સેશન્સ કોર્ટે ગાંજાના ગેરકાયદે વેચાણ અને હેરાફેરીના કેસમાં આરોપી અરજણભાઈની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. બાલિસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં સહ-આરોપીઓ જિગ્નેશ અને નરેશ પાસેથી મોટરસાઇકલ સાથે ₹1,50,200ની કિંમતનો 3.004 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. આ જથ્થો વેચવામાં અરજણભાઈની ભૂમિકા હોવાનો આક્ષેપ છે.

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે નશાના વધતા દૂષણ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન ન આપવા રજૂઆત કરી હતી. તપાસ અધિકારીના સોગંદનામા મુજબ, 20 ડિસેમ્બર, 2025ના રોજ ગુનો નોંધાયા બાદ અરજદાર લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો અને પોલીસ તપાસમાં સહકાર આપ્યો નહોતો.

કોર્ટે નોંધ્યું હતું કે આરોપીને જામીન આપવામાં આવે તો તે ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહી શકે છે અને કાયદાકીય પ્રક્રિયા પર અસર પડી શકે છે. આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને પાટણ સેશન્સ કોર્ટે અરજણભાઈની નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande