દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી
31મી સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે અમદાવાદ,29 ઓકટોબર (હિ.સ.) આગામી 24 કલાકમાં રાજ્યના મહત્ત્મ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. જોકે, તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. જેથી ગુજરાતના વાતાવરણ
દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી


- 31મી સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે

અમદાવાદ,29 ઓકટોબર (હિ.સ.) આગામી 24 કલાકમાં રાજ્યના મહત્ત્મ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. જોકે, તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. જેથી ગુજરાતના વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે અને ગુજરાતીઓને ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29,30 અને 31 ઓક્ટોબરના રોજ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, ડાંગ, વલસાડ અને દાદકા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય હવામાન સિસ્ટમ લેન્ડફોલની સિસ્ટમ પૂરી કર્યા બાદ તે સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડવાની હોવાથી ગુજરાતમાં તેની સીધી અસર જોવા મળવાની સંભાવના નથી.

30 ઓક્ટોબર: અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

31 ઓક્ટોબર: અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, રાજ્યમાં આગામી દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આમ, આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી અને હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande