સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ‘સરદાર વિચાર મંથન’ કાર્યક્રમ યોજાયો
પુસ્તક પ્રદર્શન, વાંચન અને નિષ્ણાત વ્યાખ્યાન દ્વારા સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રીય એકતાના વિચારોનું સ્મરણ કરાયું. ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગ
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી


- પુસ્તક પ્રદર્શન, વાંચન અને નિષ્ણાત વ્યાખ્યાન દ્વારા સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રીય એકતાના વિચારોનું સ્મરણ કરાયું.

ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના ગ્રંથાલય વિભાગ દ્વારા શિશુમંડપમ ખાતે પુસ્તક પ્રદર્શન, પુસ્તક વાંચન તથા ‘સરદાર વિચાર મંથન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડૉ. ટી. એસ. જોશીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી.

કાર્યક્રમમાં ઇતિહાસ વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજેશ ચૌહાણ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા પાંચ વિશિષ્ટ પ્રસંગો અને ઐતિહાસિક કિસ્સાઓના માધ્યમથી તેમનું વ્યક્તિત્વ, નેતૃત્વક્ષમતા, રાષ્ટ્રનિષ્ઠા તથા રાષ્ટ્રીય એકતાના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અંગે વિસ્તૃત નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના જીવન અને કવનમાંથી પ્રેરણા મેળવી તેમના આદર્શો, મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાના સંદેશ વધુ સુદૃઢ કરવાનો હતો. પુસ્તક પ્રદર્શન, કરતાં in inવાંચન અને વિચાર મંથન જેવી પ્રવૃત્તિઓ દ્વારા સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના વિચારોને સ્મરણ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande