રમેશભાઈ ઓઝાની કથા દરમિયાન બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્રશાસ્ત્રી સાથે મુલાકાત
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : મધ્યપ્રદેશના ભિંડજિલ્લાના મેહગાંવ ખાતે આવેલા પવિત્ર દંદરૌઆ ધામમાં શ્રીડોક્ટર હનુમાનજીની પાવન છત્રછાયા અને મહંત મહામંડલેશ્વર રામદાસબાપુની ઉપસ્થિતિમાં ભાઈશ્રીના શ્રીમુખેથી શ્રીમતભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યુ
પૂજ્ય  ભાઈશ્રીના  નિવાસસ્થાને  બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્રશાસ્ત્રીજી  પધાર્ય.


પૂજ્ય  ભાઈશ્રીના  નિવાસસ્થાને  બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્રશાસ્ત્રીજી  પધાર્ય.


પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : મધ્યપ્રદેશના ભિંડજિલ્લાના મેહગાંવ ખાતે આવેલા પવિત્ર દંદરૌઆ ધામમાં શ્રીડોક્ટર હનુમાનજીની પાવન છત્રછાયા અને મહંત મહામંડલેશ્વર રામદાસબાપુની ઉપસ્થિતિમાં ભાઈશ્રીના શ્રીમુખેથી શ્રીમતભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથાના બીજા દિવસે બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્રશાસ્ત્રી, ભાઈશ્રીના નિવાસસ્થાને પધાર્યા હતા.

આ પ્રસંગે બંને સંતોએ એકબીજાની મુલાકાત કરી હતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આધ્યાત્મિક વિષયો પર સંવાદ સાધ્યો હતો. બંને સંતોની આ મુલાકાતથી ધાર્મિક અનેઆધ્યાત્મિક જગતમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. દંદરૌઆ ધામની પવિત્રભૂમિ પર યોજાઈ રહેલી શ્રીમદ્ભાગવત કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનું રસપાન કરી રહ્યા છે. ત્યારે બે જાણીતા સંતોની આત્મીય મુલાકાતે કથાના માહોલને વધુ વિશેષ બનાવ્યો હતો. આ પ્રસંગને લઈને ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande