પદ્મદર્શનસૂરિજી મ.સાની નિશ્રામાં સિદ્ધિસૂરિદાદાની 67મી પુણ્યતિથિએ ગુણાનુવાદની સભા યોજાઈ
- મહાપુરુષોના ગુણાનુવાદ કરવાથી ભીતરમાં ગુણોનું પ્રાગટ્ય થાય છે. ભરૂચ, 09 ઓક્ટોબર (હિ.સ.) : શ્રી ગોકુળનગર નજરાણા જૈન સંઘના જૈન ભુવનમાં પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં સંઘસ્થવિર આ. સિદ્ધિસૂરિદાદાની 67મી પુણ્યતિથિ નિમ
પદ્મદર્શનસૂરિજી મ.સાની નિશ્રામાં સિદ્ધિસૂરિદાદાની 67મી પુણ્યતિથિએ ગુણાનુવાદની સભા યોજાય


પદ્મદર્શનસૂરિજી મ.સાની નિશ્રામાં સિદ્ધિસૂરિદાદાની 67મી પુણ્યતિથિએ ગુણાનુવાદની સભા યોજાય


પદ્મદર્શનસૂરિજી મ.સાની નિશ્રામાં સિદ્ધિસૂરિદાદાની 67મી પુણ્યતિથિએ ગુણાનુવાદની સભા યોજાય


- મહાપુરુષોના ગુણાનુવાદ કરવાથી ભીતરમાં ગુણોનું પ્રાગટ્ય થાય છે.

ભરૂચ, 09 ઓક્ટોબર (હિ.સ.) : શ્રી ગોકુળનગર નજરાણા જૈન સંઘના જૈન ભુવનમાં પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં સંઘસ્થવિર આ. સિદ્ધિસૂરિદાદાની 67મી પુણ્યતિથિ નિમિત્તે વિરાટ ગુણાનુવાદની સભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. આ પુનિત અવસરે આ.

પદ્મદર્શનસૂરિજી મહારાજે ગુરુગુણ સ્પર્શના કરાવતા જણાવ્યું હતું કે, મહાપુરુષોના ગુણાનુવાદ કરવાથી ભીતરમાં ગુણોનું પ્રાગટ્ય થાય છે. ઉત્તમ પુરુષોના જીવન અત્તરની બાટલી જેવા હોય છે. ગુણવાન બનવા માટે ગુણીજનોના ગુણાનુવાદ કરવા જોઈએ. પારસમણિના સ્પર્શથી લોખંડ જેમ સોનું બને, કુંભાર પાસે આવેલ માટીમાંથી ઘડો બને અને અણઘડ કાષ્ઠમાંથી શિલ્પી શ્રેષ્ઠ સિંહાસન બનાવે તેમ સિદ્ધિસૂરિ બાપજીના સત્સંગથી પાપીઓ પુણ્યાત્મા અને ભોગીઓ યોગી બન્યા હતા.જેમના દર્શન માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હતી એવું એમનું નિર્મલ જીવન હતું.

‘બાપજી’ના હુલામણા નામે સુપ્રસિદ્ધ એવા આ. સિદ્ધિસૂરિદાદાનું જીવન કાંઈક નોખું હતું. સિદ્ધિઓના મૂળમાં સદગુરુ તરીકે પંન્યાસ મણિવિજયજી દાદા હતા. તે સમયે સંવેગી સાધુ માત્ર 25 થી 30 જેટલા હતા. વર્તમાન કાળમાં તપાગચ્છના સુવર્ણ કાળનો યશ પં. મણિવિજયજી મ.ને આભારી છે. નાનકડા બીજને ખાતર, પાણી અને પ્રકાશ મળે તો જેમ વિરાટ વડલો બને તેમ પં.મણિવિજયજી દાદાએ વાચના, વાત્સલ્ય અને વૈરાગ્યનું અમૃત સિંચીને ‘સિદ્ધિસૂરિ’ બનાવ્યા હતા.

અમદાવાદ પાસે આવેલ વળાંદ ગામ મોસાળમાં સિદ્ધિસૂરિ દાદાનો જન્મ થયો હતો. 7 ભાઈ-બહેનોમાં સૌથી નાના તેઓ હતા. જેમનું નામ ચુનિલાલ હતું. સહુના લાડકવાયા હતા. પૂર્વભવના યોગભ્રષ્ટ અને જન્માન્તરીય વૈરાગ્ય ધારામાં ભીંજાયેલો એમનો આત્મા હતો.સંસારીઓના મોહનાં કારણે પરાણે કમને પણ સંસ્કારી ચંદનબેન સાથે એમને લગ્ન કરવા પડ્યા હતા. ભીતરી વૈરાગ્યના વાવાઝોડાએ સંયમ માટે સંઘર્ષ કરવો પડ્યો. પરાર્થ ભાવની પરાકાષ્ઠા હતી.

‘કોઇ વ્યક્તિ મારા માટે શું કરે છે એના બદલે બીજા માટે હું શું કરી શકુ’ એ વિચારધારા જીવન પર્યન્ત રહી હતી. જ્ઞાનની પિપાસા તીવ્ર હતી. સેવા અને સમાધિ દાન દ્વારા સહુના હૈયામાં વસ્યા હતા. સમગ્ર અમદાવાદ એમની પાછળ પાગલ હતું. 105 વર્ષની વયે અમદાવાદમાં 86 વર્ષનો સંયમ પર્યાય પાળી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા હતા. જેમના અંતિમ દર્શન માટે બે લાખ લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande