બંધારણ દિવસ પર કટોકટી અંગે, રાષ્ટ્રીય સંમેલન કરશે લોકતંત્ર સેનાની સંઘ
નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) બંધારણ દિવસ પર 26 નવેમ્બરે લોકતંત્ર સેનાની સંઘ નવી દિલ્હીમાં કટોકટી અંગે, રાષ્ટ્રીય સંમેલન તેમજ સેમિનારનું આયોજન કરશે. જેમાં કટોકટી દરમિયાન સંઘર્ષ કરનાર દેશભરના લોકતંત્ર સેનાનીઓનું સન્માન કરવા અને તેમની પડતર માંગણીઓ ઉ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.) બંધારણ દિવસ પર 26 નવેમ્બરે લોકતંત્ર સેનાની સંઘ નવી દિલ્હીમાં કટોકટી અંગે, રાષ્ટ્રીય સંમેલન તેમજ સેમિનારનું આયોજન કરશે. જેમાં કટોકટી દરમિયાન સંઘર્ષ કરનાર દેશભરના લોકતંત્ર સેનાનીઓનું સન્માન કરવા અને તેમની પડતર માંગણીઓ ઉઠાવવાની રણનીતિ બનાવવામાં આવશે. સંગઠને કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે 13 રાજ્યોની તર્જ પર લોકતંત્ર સેનાનીઓને માસિક સન્માન નિધિ, સત્તાવાર તામ્રપત્ર અને કેશલેસ તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

આ સંબંધમાં ગુરુવારે કનોટ પ્લેસ સ્થિત રેડિસન બ્લુ હોટલમાં, વિચાર ગોષ્ઠી તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંઘના રાષ્ટ્રીય સહ-સંરક્ષક અશ્વિની કુમાર ચૌબેએ, વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું. જ્યારે સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ઓ. પી. બબ્બર, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ રાજન ઢીંગરા અને પ્રદેશ મહામંત્રી રાજ કુમાર સપરાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.

અશ્વિની કુમાર ચૌબએ જણાવ્યું હતું કે, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે દેશ પર કટોકટી થોપી અને નાગરિક અધિકારોને સ્થગિત કરી દીધા. મોટા પ્રમાણમાં યુવાનો અને રાજકીય કાર્યકર્તાઓને જેલોમાં પૂરવામાં આવ્યા તેમજ સત્યાગ્રહીઓ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. તેમણે દાવો કર્યો કે આજે એ જ લોકો લોકતંત્ર જોખમમાં હોવાનો ભ્રમ ફેલાવી રહ્યા છે, જ્યારે દેશને કટોકટીના વાસ્તવિક ઇતિહાસથી પરિચિત કરાવવાની જરૂરિયાત છે.

ચૌબએ કહ્યું કે, 26 નવેમ્બરે નવી દિલ્હીના એનડીએમસી ઓડિટોરિયમમાં યોજાનાર સંમેલન લોકતંત્રની રક્ષા માટે સંઘर्ष કરનાર પેઢીના ત્યાગ અને બલિદાનને સન્માન આપવાની તક છે. તેમાં એનડીએના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, દિલ્હી વિધાનસભા અધ્યક્ષ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ અને દેશભરના લોકતંત્ર સેનાની સંગઠનોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. સંમેલન બાદ અભિયાનને જિલ્લા સ્તર સુધી લઈ જઈને લાખો યુવાનોને જોડવાના અને ‘લોકતંત્ર પ્રહરી’ તૈયાર કરવાની યોજના છે.

સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓ. પી. બબ્બરે દિલ્હીમાં કટોકટી દરમિયાન થયેલી ધરપકડોનો ઉલ્લેખ કરતા શાહ આયોગના અનાવા આધારે જણાવ્યું હતું કે તે દરમિયાન દિલ્હીમાં કુલ 2,083 ધરપકડો થઈ હતી. જેમાં લગભગ 1,900 લોકો રાજકીય કેદી હતા. તેમાં મોટી સંખ્યા 17 થી 24 વર્ષની વયના વિદ્યાર્થીઓ અને યુવાનોની હતી. તેમણે જણાવ્યું કે વર્તમાનમાં દિલ્હીમાં લગભગ 450 થી 500 લોકતંત્ર સેનાની જ જીવિત છે. તેમાં લગભગ 250 લોકો અત્યંત વૃદ્ધ, અસ્વસ્થ અથવા પથારીવશ છે. આવી સ્થિતિમાં સરકારે તેમની માંગણીઓ પર ત્વરિત નિર્ણય લેવો જોઈએ.

બબ્બરે જણાવ્યું કે, દેશના 13 રાજ્યોમાં લોકતંત્ર સેનાનીઓને 10 હજારથી 30 હજાર રૂપિયા સુધીની માસિક સન્માન નિધિ અને તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશમાં સન્માન નિધિ 30 હજાર રૂપિયા સુધી છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં પણ અન્ય રાજ્યોની ભૂમિ પર લોકતંત્ર સેનાનીઓને સુવિધાઓ મળવી જોઈએ.

દિલ્હી પ્રદેશ અધ્યક્ષ રાજન ઢીંગરાએ જણાવ્યું કે, સંગઠન તરફથી દિલ્હી સરકારને 13 રાજ્યોમાં લોકતંત્ર સેનાનીઓને આપવામાં આવી રહેલી આર્થિક અને તબીબી સુવિધાઓનું વિસ્તૃત વિવરણ સોંપવામાં આવ્યું છે. સંગઠને કોઈ નિશ્ચિત રકમની માંગ કરી નથી. દિલ્હીના જીવન ધોરણ અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર જે પણ સન્માન નિધિ નિર્ધારિત કરશે, તે સ્વીકાર્ય હશે.

પ્રદેશ મહામંત્રી રાજકુમાર સપરાએ જણાવ્યું કે, 26 નવેમ્બરના સંમેલનમાં કટોકટી સામે સંઘર્ષ કરનારા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમાં શિરોમણી અકાલી દળ, રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા કે. સી. ત્યાગી અને ડીએમકે સહિત અન્ય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ છે. તેમણે જણાવ્યું કે, વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. મુરલી મનોહર જોશીએ. સંમેલનમાં સામેલ થવાની સંમતિ આપી દીધી છે.

સંગઠનના જણાવ્યા મુજબ, 26 નવેમ્બરનું રાષ્ટ્રીય સંમેલન કટોકટીના ઇતિહાસ, લોકતંત્ર સેનાનીઓના યોગદાન અને બંધારણની રક્ષા માટે કરવામાં આવેલા સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande