ગોયલે ઇજિપ્તની ઇન્ફિનિટી એનર્જી સાથે વાહન ઉત્પાદન અને સહયોગ પર ચર્ચા કરી
નવી દિલ્હી, 17 નવેમ્બર. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, કાહિરામાં ઇજિપ્તની પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની ઇન્ફિનિટી એનર્જીના અધ્યક્ષ મોહમ્મદ ઇસ્માઇલ મન્સૂર સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વાહન ઉત્પાદન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્ર
ઇન્ફિનિટી એનર્જીના અધ્યક્ષ મોહમ્મદ ઇસ્માઇલ મન્સૂર સાથે બેઠક કરતા પીયુષ ગોયલ


નવી દિલ્હી, 17 નવેમ્બર. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, કાહિરામાં ઇજિપ્તની પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની ઇન્ફિનિટી એનર્જીના અધ્યક્ષ મોહમ્મદ ઇસ્માઇલ મન્સૂર સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વાહન ઉત્પાદન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ શોધવા માટે ચર્ચા કરી. ગોયલે મંગળવારે ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું, ''ઇન્ફિનિટી એનર્જીના અધ્યક્ષ મોહમ્મદ ઇસ્માઇલ મન્સૂર સાથે મુલાકાત કરી અને સંભવિત તકો પર ચર્ચા કરી. ઇજિપ્તના અગ્રણી ઉદ્યોગપતિઓ વચ્ચે ભારત સાથે જોડાણ વધારવામાં રસ વધી રહ્યો છે.'' કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઇજિપ્તની પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની ઇન્ફિનિટી એનર્જીના એક વરિષ્ઠ અધિકારી સાથે વાહન ઉત્પાદન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ શોધવા માટે ચર્ચા કરી.

ગોયલે લખ્યું, ‘‘અમે વાહન ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહન (ઈવી), વાહનના સ્પેરપાર્ટ્સ, નાણાકીય ટેકનોલોજી અને ડિજિટલ ચુકવણી, પુનઃપ્રાપ્ય ઊર્જા, લોજિસ્ટિક્સ, સંગ્રહ અને પુરવઠા શૃંખલા જેવા ક્ષેત્રોમાં સહયોગની સારી શક્યતાઓ જોઈએ છીએ.’’ તેમણે કહ્યું કે ભારતનું વ્યાપક અને ઝડપથી વધતું બજાર, મજબૂત ઉત્પાદન વાતાવરણ, કુશળ કાર્યબળ અને રોકાણ માટે અનુકૂળ માહોલ ઇજિપ્તના ઉદ્યોગપતિઓ માટે ભારતની વિકાસ યાત્રામાં ભાગીદારીની સુવર્ણ તક છે.

ભારત, ઇજિપ્ત 90 દિવસમાં વેપાર કરાર પર વાતચીત શરૂ કરી શકે છે આ પહેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે કહ્યું કે ભારત અને ઇજિપ્તના અધિકારીઓ વેપાર કરાર માટે વિચારણાના વિષયોને અંતિમ રૂપ આપશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, બંને દેશો આગામી 90 દિવસમાં કરાર માટે ઔપચારિક વાતચીત શરૂ કરી દેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ મોડી રાત્રે કાહિરાની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી છે. તેમણે ભારત અને ઇજિપ્ત વચ્ચે વેપાર અને રોકાણ વધારવા માટે દેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે અનેક બેઠકો કરી. તેમણે કહ્યું, ‘‘આ મુલાકાતથી મને તે ક્ષેત્રોમાં શક્યતાઓ શોધવામાં મદદ મળી, જ્યાં મારી કંપની ઇજિપ્તની કંપનીઓ સાથે સહયોગ કરી શકે છે.’’ બંને ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળનો ભાગ હતા.

નોંધનીય છે કે, ગોયલ તેમની ઇજિપ્તની મુલાકાત દરમિયાન 100 થી વધુ સભ્યો ધરાવતા વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા. બંને દેશો દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે વેપાર કરારની શક્યતાઓ શોધી રહ્યા છે. તેમનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 12 અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande