અરશદ વારસી, ફરહાન અખ્તરના નવા પ્રોજેક્ટમાં જોડાયો
મુંબઈ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.). અભિનેતા અરશદ વારસી, ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટમાં જોવા મળશે. આ વખતે, તે પહેલી વાર અભિનેતા-નિર્માતા ફરહાન અખ્તર સાથે કામ કરશે. અરશદ અને ફરહાને, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને બાવેજા સ્ટુડિયો દ્વારા સંયુક્ત રીતે ન
અભિનેતા અરશદ વારસી-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.). અભિનેતા અરશદ વારસી, ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટમાં જોવા મળશે. આ વખતે, તે પહેલી વાર અભિનેતા-નિર્માતા ફરહાન અખ્તર સાથે કામ કરશે.

અરશદ અને ફરહાને, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને બાવેજા સ્ટુડિયો દ્વારા સંયુક્ત રીતે નિર્મિત એક અનટાઈટલ્ડ થ્રિલર શ્રેણી માટે સહયોગ કર્યો છે. અહેવાલો અનુસાર, શ્રેણીનું શૂટિંગનું પહેલું શેડ્યૂલ લંડનમાં શરૂ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ પહેલાથી જ ચર્ચામાં છે, કારણ કે અરશદ ફરહાનની ઓફિસની બહાર ઘણી વખત જોવા મળ્યો હતો.

અહેવાલો અનુસાર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ શ્રેણીનું નિર્માણ કરી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે અરશદ પહેલી વાર ફરહાન અને રિતેશ સાથે કામ કરશે. અભિનેતાને એ હકીકત ગમે છે કે તેઓ નવા વિષયો, અલગ વાર્તાઓ અને ઓટીટી પ્લેટફોર્મ પર નવા દિગ્દર્શકો અને લેખકો માટે ખુલ્લા છે. અરશદની સાથે, રસિકા દુગ્ગલ અને કરણ ટેકર પણ શ્રેણીમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

આ થ્રિલર શ્રેણીનું નિર્દેશન મિહિર દેસાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે અગાઉ વેબ સિરીઝ મિર્ઝાપુર ની પહેલી બે સીઝનનું દિગ્દર્શન કર્યું હતું. અરશદ વારસી તાજેતરમાં રાજકુમાર હિરાનીની શ્રેણી પ્રીતમ અને પેડ્રો માં જોવા મળ્યો હતો. હવે, ફરહાન અખ્તર સાથેનો તેમનો નવો સહયોગ દર્શકો માટે ચોક્કસ રસપ્રદ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande