એશિયન ગેમ્સમાં બે રજત પદક જીતનાર વિદરસા કેરળ રમતગમત નિર્દેશાલયમાં મદદનીશ નિયામક તરીકે નિયુક્ત
તિરુવનંતપુરમ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). એશિયન ગેમ્સમાં ભારત માટે બે રજત પદક જીતનાર ભારતીય નિશાનેબાજ વિદરસા વિનોદની, કેરળ રમતગમત નિર્દેશાલયમાં મદદનીશ નિયામકના પદ પર નિમણૂક કરવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને, ગુરુવારે વિદર્સાને નિ
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને ગુરુવારે વિદર્સાને નિમણૂક પત્ર સોંપ્યો


તિરુવનંતપુરમ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). એશિયન ગેમ્સમાં ભારત માટે બે રજત પદક જીતનાર ભારતીય નિશાનેબાજ વિદરસા વિનોદની, કેરળ રમતગમત નિર્દેશાલયમાં મદદનીશ નિયામકના પદ પર નિમણૂક કરવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને, ગુરુવારે વિદર્સાને નિમણૂક પત્ર સોંપ્યો હતો.

મુખ્યમંત્રી સતીશને ગુરુવારે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે, આજે મારા દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહી કારણ કે મને મારી કચેરીમાં એશિયન ગેમ્સની બેવડી રજત પદક વિજેતા વિદરસા કે. વિનોદને નિમણૂક પત્ર સોંપવાનું સૌભાગ્ય મળ્યું. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શાનદાર સિદ્ધિઓથી કેરળ અને સમગ્ર દેશનું માન વધારનાર વિદરસા હવે રાજ્ય રમતગમત નિર્દેશાલયમાં મદદનીશ નિયામક તરીકે પોતાની કારકિર્દીના નવા પ્રકરણની શરૂઆત કરી રહી છે. આ ક્ષણને તેમના પરિવાર સાથે વહેંચવી વિશેષ રૂપે સુખદ રહી, જેઓ તેમની આ પ્રેરણાદાયી યાત્રાનો મહત્વનો ભાગ રહ્યા છે.

તેમણે કહ્યું કે, આપણા રમતગમત વિજેતાઓ માત્ર પોતાની સિદ્ધિઓ માટે સન્માન મેળવવાના હકદાર નથી પરંતુ તેમને એક સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તકો પણ મળવી જોઈએ. તેમણે કહ્યું કે, હું વિદરસાને તેમની નવી ભૂમિકા માટે ઘણી બધી સફળતા અને ભવિષ્યમાં હજુ પણ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવું છું. તેમની આ યાત્રા કેરળમાં રમતગમત પ્રતિભાઓની આગામી પેઢીને પ્રેરિત કરતી રહે. આ પ્રસંગે રાજ્યના રમતગમત મંત્રી ઓ.જે. જનીશ પણ ઉપસ્થિત હતા.

વિદરસાએ એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં ઈલાવેનિલ વલારિવન અને સોનમ મસ્કર સાથે મળીને કુલ રજત પદક જીત્યો હતો. આ ઉપરાંત મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ટીમ સ્પર્ધામાં તિલોત્તમા સેન અને આશી ચોકસે સાથે મળીને બીજો રજત પદક પ્રાપ્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande